તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વંગમાં ગરબીમાં બબાલ કરનારા 3 આરોપી જબ્બે

વંગમાં ગરબીમાં બબાલ કરનારા 3 આરોપી જબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના વંગ ગામે દલિત સમાજના રહેણાક વિસ્તારમાં થતી ગરબીમાં પગ લાંબા કરવાના મુદ્દે થયેલી બબાલમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

શનિવારેની રાત્રિના વંગ ગામે દલિતવાસમાં થતી ગરબી જોવા ગયેલા ગામના ચાર યુવાને શોભે નહીં તેવી રીતે પગ લાંબા કરીને ગરબી જોતા હતા, ત્યારે આવું નહીં કરવાનું કહેનારા લખીબેન શિવજીભાઇ ભદરૂ અને તેના પતિ શિવજીભાઇ પરબતભાઇ ભદરૂ પર હુમલો કરી જાતિ અપમાનિત કરી હતી.

બનાવના પોલીસે ભરત રામજી આહિર, વેરશી રામજી આહિર અને દાના વેલા આહિરની ધરપકડ કરી છે, તેઓને સોમવારે નખત્રાણા કોર્ટમાં રજૂ કરાશે.