તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વમોટીમાં ઝેરી મધમાખીએ બે જણને ડંખ માર્યા

વમોટીમાં ઝેરી મધમાખીએ બે જણને ડંખ માર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાતાલુકાના મોટી વમોટી ગામની સીમમાં ઝેરી મધમાખીના ઝૂંડે ખેતમજૂરોને ડંખ મારતાં તેમને તત્કાળ 108 દ્વારા સારવાર માટે નખત્રાણા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તાલુકા પંચાયતના સદસ્ય મહેશોજી સોઢાના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયાથી ગામમાં ઝેરી મધમાખીના ઝૂંડ દેખાતા તેમણે અંગે વનતંત્ર તથા ખેતીવાડી વિભાગને જાણ કરી હતી, પરંતુ તેઓએ અટકાયતી પગલાં ભરતા ઘટના બનવા પામી હતી. તંત્રની બેદરકારીને લીધે ઝેરી મધમાખીના આતંકે પનુભા જાડેજા અને રાજબાઇ ભાનુશાલી જેઓ ખેતમજૂરી કરતા હતા, ત્યારે ડંખ મારતાં બન્નેની તબીયત લથડાતાં નખત્રાણા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા.