• Gujarati News
  • વરનોરાના ગૌ હત્યારાને પકડી પાસામાં ધકેલાયો

વરનોરાના ગૌ હત્યારાને પકડી પાસામાં ધકેલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ભુજ તાલુકાના નાના વરનોરા ગામે ભચુ કારા મેર (52) પોતાના વાડામાં કતલખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સમયે આરોપીઓ નાસી છૂટ્યા હતા, જ્યારે મોટા પ્રમાણમાં ગૌવંશનું માંસ મળી આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન કતલખાનામાં સંડોવાયેલા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી ભચુ કારા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જેને મંજૂરી મળી ગઇ હતી, આરોપી નાસતો-ફરતો હતો. તેવામાં પોલીસને રવિવારના આરોપી ભીડનાકા પાસે દૂધની ફેરી કરતો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો અને મોડીસાંજે પાસા તળે રાજકોટ જેલહવાલે ધકેલી દીધો હતો.