• Gujarati News
  • ભુજમાં મેગા મેડિકલ કેમ્પની તૈયારીઓને આખરી ઓપ અપાયો

ભુજમાં મેગા મેડિકલ કેમ્પની તૈયારીઓને આખરી ઓપ અપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાલોકોને આરોગય સેવા મળી રહે તેવા હેતુથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી 19/4ના મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રોગમુક્ત કચ્છ અભિયાન તળે સ્વામિનારાયણ મંદિર-ભુજ આયોજિત નરનારાયણ દેવ મેડિકલ કેમ્પ-2015ની વિગતો આપતાં વિક્રમભાઇ ગોરસિયા (કોડાયવાળા)એ જણાવ્યું હતું કે, આગામી 19/4ના યોજાનારા કેમ્પના જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, સ્ત્રીરોગ, બાળરોગ, ઈએનટી, આંખ, હાડકાં, ફિઝિયોથેરાપી, દંતરોગ, ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટરો તપાસ કરશે. નરનારાયણ દેવના 192મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે કેમ્પને સ્વામિનારાયણ દ્વિ-શતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાયોજિત કરશે. મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના આશીર્વાદથી હાલથી કચ્છભરના લોકો કેમ્પનો વધારેમાં વધારે લાભ લઇ શકે, તેના પ્રચાર-પ્રસારની તૈયારીઓ ચાલી રહી છે.

કેમ્પની વ્યવસ્થા અને સહયોગ આરોગ્ય માટે આશીર્વાદરૂપ એવી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એમ.એમ.પી.જે. લેવા પટેલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. સવારે 8થી બપોરે 12:30 દરમિયાન ભુજ મંદિરના પ્રાંગણમાં યોજાનારા કેમ્પમાં દર્દીઓને સારવાર તથા દવાઅો મંદિર દ્વારા નિ:શુલ્ક અાપવામાં આવશે. કેમ્પ પછી ગંભીર જણાતા રોગો માટે લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર-દવા યોગ્યતા અનુસાર મફત અપાશે. સહજાનંદ રક્તદાન યજ્ઞ પણ કરવામાં આવશે. કેમ્પમાં દર્દીઓને પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે. આરોગ્યના માહાયજ્ઞ દ્વારા લોકોને સુખાકારી મળે, તે હેતુથી ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, પુરાણી સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, કેશુભાઇ પારસિયા, હરજીભાઈ વરસાણી, વસંત પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.