• Gujarati News
  • કચ્છની તમામ પ્રા. શાળાઓમાં ઇ શાલા કોમ સોફ્ટવેર અપાશે

કચ્છની તમામ પ્રા. શાળાઓમાં ઇ-શાલા કોમ સોફ્ટવેર અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છભરનીતમામ પ્રા. શાળાઓમાં ખૂલતા સત્રથી \\\"ઇ-શાલા કોમ\\\' સોફ્ટવેર કાર્યરત થશે, જેની શરૂઆત માધાપરની રામનગરી શાળામાં કરવામાં આવી હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગા અને શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઇ પારસિયાના માર્ગદર્શન હેઠળ આવતા તમામ પ્રા. શાળાઓમાં \\\"ઇ-શાલા કોમ\\\' સોફ્ટવેર કાર્યરત થશે.

સોફ્ટવેરની મદદથી પ્રા. શાળાઓમાં વહીવટી કાર્ય ઝડપી અને સુગમ બનશે, તેમજ તમામ ડેટા ઓનલાઇન સરળતાથી થઇ શકશે. સોફ્ટવેર શાળા અને તંત્ર વચ્ચે સેતેરૂપ બનશે. સર્વ શિક્ષા અભિયાન મિશન અને સેમ સોફ્ટવેર કંપની દ્વારા નિયમિત રીતે અપડેટ પણ કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી પટેલ સોફ્ટવેરની કામગીરી નિહાળી સોફ્ટવેર કંપનીના દીપકભાઇ ઠક્કરને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યું હતું. શાળાની કામગીરી સબબ શાળાના આચાર્ય જીતુભાઇ ઠક્કરને પણ અભિનંદન આપ્યા હતા.