તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પરિશ્રમ પારસમણિ મંત્રને જીવનમાં ઉતારવા અપાઇ શીખ

પરિશ્રમ પારસમણિ મંત્રને જીવનમાં ઉતારવા અપાઇ શીખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોનેજીવનમાં આત્મવિશ્વાસ અને લોખંડી ઇચ્છાશક્તિ જેવા સ્વામી વિવેકાનંદના આદર્શો નજર સમક્ષ રાખી પરિશ્રમ પારસમણિના મંત્રને આત્મસાત કરવા ભુજમાં દીનદયાલનગર ખાતેની હિતેન ધોળકિયા પંચાયતી પ્રાથમિક શાળામાં વિવેકાનંદની 153મી જયંતી નિમિત્તે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં શીખ આપવામાં આવી હતી.

નવચેતન ભગવાન મહાવીર માવન કલ્યાણ કેન્દ્ર-ભુજના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય તુષાર જોશીએ પ્રસંગ પરિચય આપ્યો હતો, ત્યારબાદ બાળકોને સ્વામી વિવેકાનંદના વિશ્વ પરિભ્રમણ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી તેમની વિચારધારાની સીડીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વામીજીના જીવન પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 20 સ્પર્ધકે ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં પ્રિયંકા મહેશ્વરી, શેખ મહેજબીન અને કાદરખાન નોડે અનુક્રમે પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાને આવતાં મંચસ્થ મહેમાનો દ્વારા તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ઇંગ્લિશ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગ્રૂપના સભ્યો દ્વારા તમામ હરીફને રોકડ ઇનામ આપવામાં આવ્યાંં હતાં.

અગાઉ વ્યસનમુક્તિના શપથ લેનારા બાળકોનો રિવ્યૂ લેવામાં આવતાં શ્રેષ્ઠ પાલન કરનારા 10 બાળકનું ભેટ આપી અભિવાદન કરાયું હતું.

તમામ બાળકોને સ્વામીજીનું પુસ્તક પ્રતીક ભેટરૂપે આપવામાં આવ્યું હતું. જરૂરતમંદ 22 બાળકને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ વી.જી. મહેતાએ બાળકોને સ્વામીના જીવન પરથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

વ્યસનમુકત વાલીઓનો રિવ્યુ અતિથિવિશેષપદે દાતા પરિવારના ચમનલાલમહેતા, પીજીવીસીએલના પૂર્વ અધિક્ષક ઇજનેર દિલીપસિંહ રાઠોડ, રાવલવાડી શાળાના આચાર્ય શાંતિલાલ મોતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, શાળા પરિવારના અશોક પરમાર, દીપક રાઠોડ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન દીપ્તિ રાઠોડે, જ્યારે આભારવિધિ સુષ્માબા જાડેજાએ કરી હતી.