રામકથા સાંભળવા માટે શ્રમજીવીને ટીવી લઇ આપ્યું
ભુજ |કાઢવાંઢનારણમાં ચાલતી રામકથા જોવા માટે ગરીબ પરિવારને એક સમાજસેવકે ટીવીસેટ ભેટ લઇ આપ્યો હતો. માધાપરના યક્ષમંદિર પાસે રહેતા અશોક શર્માને થોડા સમય પહેલાં ગંભીર અકસ્માત થઇ ગયો હતો અને 90 ટકા શરીર ખલાસ થઇ ગયું હતું. અત્યંત ગરીબ એવા રામ ભક્ત પરિવારે મિતેશ શાહ પાસે રજૂઆત કરતાં તેમણે તેના મિત્ર ધીરેન ગણાત્રાને વાત કરી હતી અને તેણે એક નાનો ટીવી સેટ ભેટ લઇ આપ્યો હતો. હાલમાં શર્મા પરિવાર કથાનો આનંદ માણી રહ્યો છે.