તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંજારમાં સહકર્મચારી મહિલાની સતામણી કરતા ગેટકોના કર્મચારીની બદલી

અંજારમાં સહકર્મચારી મહિલાની સતામણી કરતા ગેટકોના કર્મચારીની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંગેટકોમાં કામ કરતાં એક મહિલા કર્મચારીની કેટલાક વર્ષથી જાતીય સતામણી કરનારા કર્મચારીની લાંબી કાયદાકીય લડાઇ બાદ ગોંડલ સર્કલમાં બદલી કરવામાં આવી હતી, તે સાથે તેના બે ઇજાફા રોકવા જીયુવીએનએલે આદેશ કર્યો છે. કેસની વિગત એવી છે કે, અંજારમાં પ્રવહન વર્તુળ કચેરીમાં સિનિ.આસિ. તરીકે ફરજ બજાવતા દીપક બી. ટાંક પર કચેરીના એક મહિલા કર્મચારીએ કરેલા આક્ષેપ મુજબ 2005થી 2008 સુધી તેઓ એક કચેરીમાં ફરજ બજાવતા હતા, ત્યારે અને બાદમાં અન્ય કચેરીમાં હોવા છતાં તેમનો હાથ પકડી લેવામાં આવતો અને જોવાનું કહેવા કમ્પ્યૂટરમાં બિભત્સ ચિત્રો જોવાનું કહેવાતું હતું. દરમિયાન, દોઢ વર્ષ પૂર્વે યોજાયેલી એક તાલીમમાં શખ્સે બિભત્સ શબ્દોથી અને સામગ્રીથી મહિલાને ખૂબ હેરાન કરતાં અંતે થાકી-હારીને મહિલાએ પોતાના ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી.

ગેટકો દ્વારા મહિલાને ન્યાય મળતાં એફઆઇઆર કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. એમડીની અંજાર મુલાકાત વખતે રૂબરૂ રજૂઆત કરવામાં આવતા ટાંકને માત્ર 220 કેવી અંજાર સબ સ્ટેશન અને અંજાર ટ્રાન્સમિશન ડિવિઝનમાં જવાની મનાઇ જેવી સાધારણ સજા કરવામાં આવી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની મહિલા કર્મચારીઓની જાતીય સતામણી અંગેની ફરિયાદ થઇ હતી.