• Gujarati News
  • આદિપુરમાંયોજાયેલી ઇન્ડિયન ઓઇલ નેશનલ રેંકિંગ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીની

આદિપુરમાંયોજાયેલી ઇન્ડિયન ઓઇલ નેશનલ રેંકિંગ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરમાંયોજાયેલી ઇન્ડિયન ઓઇલ નેશનલ રેંકિંગ ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીની હાર થઇ હતી, તો ચેમ્પિયન તરીકે જી.સત્યન અને સુધાંશુ ગ્રોવર ઉભરી આવ્યા હતા.

યૂથ સિંગલ્સમાં જી.સત્યન અને મહિલા સિગલ્સમાં સુત્રીતા મુખરજી વિજયી બન્યા હતા, તેમણે અનુક્રમે સનીલ શેટ્ટી અને મનીકા બત્રાને પરાજીત કર્યા હતા, તો યૂથ બોયસ સિંગલ્સ ફાઇનલમાં સુંધાશુ ગ્રોવરે અભિષેક યાદવને હરાવ્યો હતો, જ્યારે ગર્લ્સમાં સેનોરા ડીસોઝાએ અર્ચના કામતને હરાવી હતી. ફાઇનલમાં ઇનામ વિતરણ સમારંભ વખતે વિશેષ ઉપસ્થિત રહેલા ટેબલટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પી.સી. ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલટેનિસ એસોસિયેશન જેવા જિલ્લા કક્ષાના એસોસિયેશન પાસે પોતાનું સ્ટેડિયમ હોય. કેડીટીટીએ દ્વારા હોસ્ટેલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવે અને તેને સપોર્ટ કરવા માટે ટીટીએફઆઇ દ્વારા વ્યવસ્થા કરાય તેવી પણ વાત કરી હતી.

આઇઓસી કંડલાના ડીજીએમ એમ.આર. સોલંકી, એ.કે. સક્સેના, એસઆરસીના જનરલ મેનેજર એમ.જી. સાજનાની, અગ્રવાલ સમાજના અધ્યક્ષ ડી.કે. અગ્રવાલ, કેડીટીટીએના ઉપાધ્યક્ષ નરેશ બૂલચંદાણી, જીએસટીટીએના ઉપાધ્યક્ષ વિમલ ગુજરાલ, મહેશ ગુપ્તા હાજર રહ્યા હતા. ગુજરાત ટેબલટેનિસ એસોસિયેશનના મંત્રી હરેશ સંગતાણી તેમજ કેડીટીટીએના હોદેદારો રાજુ મોટવાણી, હરિ પીલ્લઇ, સુનીલ મેનન, કિરીટ ધોળકિયા, શિવા નાયરે સહયોગ આપ્યો હતો.

આઇઓસીની ટેબલ ટેનિસ સ્પર્ધાની પૂર્ણાહૂતિ

કચ્છ જેવું ટીટીનું સ્ટેડિયમ

અન્ય રાજ્યમાં પણ હોવું જોઇએ