• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

પૂર્વકચ્છ પોલીસ જિલ્લામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જની કચેરી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જટાયુ નામની એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશનનું લોકાર્પણ કરાયું હતું.

રામાયણના પંખીના નામ પરથી તૈયાર થયેલી એન્ડ્રોઇડ ફોન એપ્લિસ્કેશન ડીઆઇજી એ. કે. જાડેજા દ્વારા લોન્ચ કરાઇ હતી, જેમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના લોકો દ્વારા પ્લેસ્ટોર ઉપર એપ્લિકેશનમાં જટાયુ ગાંધીધામ પોલીસ સર્ચ કરવાથી જટાયુ એપ્લિકેશનનો લોગો સર્ચ થયેથી તેને ઇન્સ્ટોલ કરી શકાશે. પોલીસ હેલ્પ લાઇન, ઇમરજન્સી કોલ્સ, પોલીસ સ્ટેશન તથા વિસ્તારની જાણકારી, ગુમ થનારા ઇસમો, ચોરી થયેલાં વાહનો, વોન્ટેડ ગુનેગાર વિશે જાણકારી આપવામાં આવી છે તેમજ મહિલાઓ માટે કાયદાકીય જ્ઞાન તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજવામાં આવેલા કાર્યક્રમો તથા વેબસાઇટ રજિસ્ટ્રેશન વગેરે ઘણીબધી માહિતીઓનો સમાવેશ થયો છે, પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી ટેક્નોલોજી વિસ્તુત થાય અને આધુનિક સમાજના બહોળા વર્ગને તથા નવી પેઢીને ઉપસ્થિત થઇ રહેલા અને ભવિષ્યમાં સામાન્ય નાગરિક ગુનાઓથી રક્ષણ મેળવી શકશે.

પૂર્વ કચ્છ પોલીસે જટાયુ એન્ડ્રોઇડ

એપ્લિકેશન અમલમાં મૂકી

પૂર્વ કચ્છ પોલીસની એન્ડ્રોઇટ એપના લોન્ચિંગમાં ઉપસ્થિત અધિકારીઓ.

ગુમ થનારા ઇસમો, ચોરી થયેલાં વાહનો, વોન્ટેડ સહિતની વિગતો મળશે