(ગતાંકથી ચાલુ)

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગતાંકથી ચાલુ)

ળતીમાઝમ રાતે, બાપુની મઢુલીમાં, દોસ્તોની ભીડમાં રાત્રે દોઢેક વાગ્યાના સમયે હારમોનિયમના માદાસ્વરો બોલે, સાડા પાંચની જીવારી (માદા તબલું) પાણીદાર ઘોડલાની જેમ થનગને. મંજીરાની દોરીની ગાંઠો તણીને બીજીવાર બંધાય... અને જ્યારે પંચમ સૂરથી આશા, જખરો, સોરઠો, પરજ, કાનડો, હમીર, જીંજોટી, મારૂ બિહાગ, આશાવરીના સૂરો જામે, મારી કટારી મૂળ દાસને જુગને કરીને જોઇના અગમ શબ્દો ખેલે અને માલકોશ, દુર્ગા, જોગી, રામગીરીના સ્વરો સાડી પંચમ પર આવે, ત્રીજા સપ્તકમાં ટીપ, સામસામે દુહા-છંદ અને અખંડ રોજી હરીના હાથમાં આવે ત્યારે કવિ હેમનો કંઠ આવો હોય તૂટે કે નહીં કહુનો ધસારો હોય. કપાળનો કંઠ, વહેલી પરોઢ, માળામાં જાગતા પંખીઓ અને આભમાં પુરતા સાથિયા વચ્ચે કવિ હેમની આંખો જરાય ઘેરાય એવા ભજન પ્રેમી હેમરાજ ગઢવી દિલથી ગાતા હોય.. એના દૃશ્યો કચ્છભરમાં મોંઘેરા માણસોને યાદ છે.

કાર્યક્રમોના સંંચાલનમાં પણ તેઓ માહિર છે. કલાકારોની ગાયકી કે ગવાનારા ગવાતા ભજનો, લોકકથાઓ હાસ્ય કાર્યક્રમો અને આયોજક પછી ભલેને શ્રેષ્ઠી દાતાર કે ધનવાન હોય, જગાના મહંત હોય, એમની હકીકતો વાતોને હૈયાંના હેતથી, રસળતી જીભથી, ઉપમાઓ, દૃષ્ટાંતોથી શાસ્ત્રોના સંદર્ભેથી વણીને કહેવાની કળામાં પણ પ્રવીણ છે. સાત પાતાળની સ્મૃતિના સમ્રાટ છે કવિ હેમ.

કચ્છ ઉપરાંત મુંબઇ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં પુષ્કાળ કાર્યક્રમો કર્યા છે અને અલખના આરાધક અને અક્ષરના અનુરાગી કવિ હેમ જ્યોતિષના પણ અચ્છા જાણકાર છે. હાલે પણ જ્યોતિષ વિષયક નિ:શુલ્ક માર્ગદર્શન પણ આપે છે.

સંઘર્ષમાંથી જીવને કેડી કંડારનારા કવિ. હેમે ઘણી તડકી છાંયડીઓ જોઇએ છે. મા ભગવતી જ્યોતિષ કાર્યાલયના માધ્યમથી ગાંધીધામ તેમજ ઘાટકોપર મુંબઇથી તે વિશેનું માર્ગદર્શન આપે છે 12 વર્ષની ઉમરે અભ્યાસ છોડીને નાની મોટી નોકરીઓ કરીને ટેક્સટાઇલ એજન્ટ તરીકે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતના પ્રવાસો ખેડ્યા છે. છેલ્લે 1977થી 1996 સુધી ગુજરાત એસટીમાં કન્ડકટર તરીકે નોકરીને સૂર-શબ્દના ખેલંદાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇને કલમ અને સ્વરને ખોળે સમપ્તિ થઇ ગયા છે.

કવિ \\\"દાદ’ (દાદુભાઇ પ્રતાપદાન ગઢવી)ને પોતાના પ્રેરણાદાતા માને છે. કવિ દાદની કેટલીયે રચનાઓ શ્રોતાની અાંખમાં આંસુ, રોમેરોમમાં શૌર્ય લાવવા સક્ષમ છે, તો સ્વ. મોરારદાન પાયકે પણ તેમને ખૂબ પ્રોત્સાહન આપેલું છે, તે બદલ એમને યાદ કરતાં આંખો સજલ