• Gujarati News
  • શહેરનારાજેન્દ્ર બાગમાંથી ત્રણ હજારની કિંમતના કેબલ વાયર ચોરાયાની ફરિયાદ

શહેરનારાજેન્દ્ર બાગમાંથી ત્રણ હજારની કિંમતના કેબલ વાયર ચોરાયાની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનારાજેન્દ્ર બાગમાંથી ત્રણ હજારની કિંમતના કેબલ વાયર ચોરાયાની ફરિયાદ નોંધાઇ હતી. ભુજ સિટી ડિવિઝન પોલીસના જણાવ્યા અનુસાર તા.17/10 અને 18/10ના સમયગાળા દરમિયાન રાજેન્દ્રબાગમાં કાચની કેબિનમાં ફૂંવારા માટેના ઇલેક્ટ્રીક કનેક્શન માટેના ત્રાંબાના 125 મીટર વાયર કિંમત રૂા.3000 નો મુદ્દામાલ ચોરાયો હતો. કોઇ હરામખોરે બપોરે કાચની કેબિનનો નકૂચો કોડી કેબલ લઇ ગયો હોવાનું નગરપાલિકાના કર્મચારી પ્રદિપ કનૈયાલાલ બાવાએ ફરિયાદમાં નોંધાવ્યું હતું.

રાજેન્દ્રબાગમાંથી 3 હજારના વાયર ચોરાયા