તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આતંકી હુમલાની ટીપ્સ તથા ઓબામાની મુલાકાતને પગલે એરફોર્સ હાઇએલર્ટ પર

આતંકી હુમલાની ટીપ્સ તથા ઓબામાની મુલાકાતને પગલે એરફોર્સ હાઇએલર્ટ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકી હુમલાની ટીપ્સ તથા ઓબામાની મુલાકાતને પગલે એરફોર્સ હાઇએલર્ટ પર

ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ

26મીજાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારતમાં આતંકી હુમલાની આઇબીની ટીપ્સ તથા અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાની ભારતની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા એકદમ હાઇ એલર્ટ છે, ત્યારે દિલ્હી સહિત સમગ્ર પશ્ચિમ ભારત ઉપર નલિયા એરફોર્સ સ્ટેશનની બાજ નજર રહેશે.

26મી જાન્યુઆરી તથા ખાસ કરીને ઓબામાની મુલાકાત વખતે આતંકીઓ 26/11ના હુમલાની જેમ ભારતમાં પણ ત્રાટકે તેવી સંભાવનાઓને પગલે ઇન્ડિયન એરફોર્સને એકદમ હાઇ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ જવાબદારી સાઉથ-વેસ્ટ એર કમાન્ડ (સ્વાક) હેઠળ આવતા નલિયા એરફોર્સ સ્ટેશનની રહેશે. નલિયા એરફોર્સ સ્ટેશન ઉપરાંત કચ્છમાં ભુજ તથા જામનગર ખાતેના એરફોર્સ સ્ટેશને પણ લડાકુ વિમાનોને સ્ટેન્ડ ટુ પોઝિશનમાં રાખવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં સહેજ પણ ખામી રહી જાય, તે માટે એરફોર્સ દ્વારા પોતાની અલાયદી એક સિક્યોરિટી સ્કીમ પણ બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઓબામાની સુરક્ષા માટે ભારે પ્રયાસો કરાઇ રહ્યા છે.