• Gujarati News
  • ભારતને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા ઉંચ નીચના ભેદભાવ મીટાવવા પડશે

ભારતને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા ઉંચ-નીચના ભેદભાવ મીટાવવા પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરોણામાંરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતર્ગત શારીરિક અને પ્રાત્યક્ષિક કાર્યક્રમો સ્વયંસેવકોએ પૂર્ણગણવેશમાં રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.

નિરોણામાં યોજાયેલા પ્રાત્યક્ષિક કાર્યક્રમ બાદ અધ્યક્ષસ્થાનેથી સીમાજન કલ્યાણ સમિતિ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી કલ્પેશસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારતને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવો હશે તો, સૌ પ્રથમ હિન્દુ સમાજમાં રહેલા ઉંચ-નીચના ભેદ મીટાવવા પડશે. સામાજિક સમરસત્તા થકી ભારતનો સાચો વિકાસ થશે, બિબર આશ્રમના મહંત જગજીવનદાસજીએ કહ્યું કે, દેશની સરહદોની રક્ષા માટે જવાનો છે, તેમ હિન્દુ ધર્મની રક્ષા માટે આરએસએસના સ્વયંસેવકો છે. 30 સ્વયંસેવકે દંડના દાવ, સમતા, ગોપુરમ સહિતના દાવ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. તકે પશ્ચિમ કચ્છ જિલ્લાના સહ કાર્યવાદ ધનજીભાઇ ગોરસિયા, શાખાના વાલી સામજીભાઇ ચાડ હાજર હતા.

મંચસ્થ સંતો અને આરએસએસના સ્વયંસેવક.