• Home
  • Kutchh
  • Bhuj
  • 52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં

52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં

DivyaBhaskar News Network

Apr 18, 2015, 06:35 AM IST
જાગીરહેઠળ 52 ગામડા આવતા હતા, રાવ ખેંગારજી પહેલાએ 1510થી 1585 દરમિયાન અહીં રાજ કર્યું હતું અને ગામનું નિર્માણ કર્યું હતું, જેઓ રાયસિંહજી ઝાલા સામેના યુદ્ધમાં હણાયા હતા. કિલ્લા પર આવેલી બે ટેન્ક જિયાજી દ્વારા અને કિલ્લાની રચના ઠાકોર નોગાજી દ્વારા કરવામાં આવી હતી.

કઇરીતે જશો સ્થળે

નખત્રાણાતાલુકામાંઆવેલા રોહા (સુમરી) ગામે જવા માટે ભુજથી નલિયા રૂટમાં જતી તમામ બસો કામ આવી શકે છે. સ્થળે જવા માટે પ્રાઇવેટ લક્ઝરીઓ દર કલાકે મળે છે. આથી ગામ રોડ ટચ હોવાથી આવવા-જવા માટે વાહન વ્યવહારની તકલીફ રહેતી નથી. રોહા પાટિયા પર ઉતરતા માત્ર 1 કિમી અંદરની સ્થળે તમે જઇ શકો છો.

પ્રવાસનમહત્ત્વ

ભારતીયઆર્કિટેક્ચરજેમને ઐતિહાસિક ઘટનાઓને જાણવામાં ઘણો રસ છે, તેમના માટે કિલ્લામાં ઘણું બધું છે. મુલાકાત લઇને 15મી સદીની શ્રેષ્ઠતા-ભવ્યતાના સાક્ષી બની શકે છે.

કિલ્લાના ઇતિહાસ પર એક નજર

કિલ્લાનુંબાંધકામ નોગાંજી ઠાકોરના શાસનકાળ દરમિયાન 1510થી 1585 વચ્ચે કરવામાં આવ્યું હતું. કચ્છના સૌથી શક્તિશાળી શાસક તરીકે નોગાંજી ઠાકોરનો ઉલ્લેખ કરવામાં આવે છે. રોહા હિલની ટોચમાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો. કિલ્લામાં અન્ય આકર્ષણનું કેન્દ્ર બે મોટી ટેન્ક છે, જે હિલના ઉપરના ભાગે રાખવામાં આવી હતી. જેનું નિર્માણ નોગાંજી ઠાકોરના ભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ નોગાંજી ઠાકોરના ભાઇ સાહેબજીનું રાયસિંહજી ઝાલા સામેના યુદ્ધમાં મોત નીપજ્યું હતું. સાહેબજી ઠાકોરનું રોહા કિલ્લામાં આપવા આવેલું યોગદાન બિરદાવવાલાયક અને ભૂલી શકાય તેવું છે. ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે કે, અલાઉદ્દિન ખિલજી સાથેના યુદ્ધ દરમિયાન 120 કરતાં વધુ રાજકુમાર અને રાજપૂતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કિલ્લાની બાંધકામ શૈલી કેવી છે?

રોહાકિલ્લાનીબાંધકામ શૈલી પર વાત કરવામાં આવે તો તેને ગુજરાતના સ્થાનિક આર્કિટેક્ચર દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેની ડિઝાઇનમાં આપણને ભારતીય કળા અને સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. 16 એકરની આસપાસ વિશાળ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે અને ગુજરાતના ઇતિહાસમાં શ્રેષ્ઠ કિલ્લાઓમાંનો એક માનવામાં આવે છે. અહીંનું વાતાવરણ શાંતિપૂર્ણ છે. 18મી સદીમાં જ્યારે બ્રિટિશ સરકારનો હિસ્સો બન્યો ત્યારે તેમાં થોડાક ફેરબદલ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ સરકારે તેમાં બે ડીપ વેલ્સ બનાવી હતી. કિલ્લામાં પથ્થર અને ઇંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સમયગાળામાં બનાવવામાં આવતાં કિલ્લામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા નહોતા. કિલ્લાની રચના મંદિર જેવી કરવામાં આવી હતી. જોકે, ભૂકંપ બાદ અમુક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો.

20 વર્ષ અગાઉ સ્થળને વિકસાવવા પત્ર વ્યવહાર કરાયા હતા, પણ તે વખતે સ્કીમ પોષાય તેમ હોવાથી તેનું અમલીકરણ થઇ શકયું નહોતું. થોડા સમયથી જયારે પ્રવાસનને વેગ મળી રહયો છે ત્યારે સરકારે યોગ્ય નીિત બહાર પાડીને આવા સ્થળોને વિકસાવી શકાય જેથી લોકોને ફાયદો થઇ શકે તેમ છે. >પુષ્પેન્દ્રસિંહ જાડેજા, જાગીરદાર,રોહા (સુમરી)

રોહામાં આવેલી ઐતિહાસિક જગ્યા કે જેનો ભૂતકાળ અત્યંત ભવ્ય હતો, પરંતુ કાળક્રમે હાલમાં તે ખંડેરસમી ભાસી રહી છે. / ગિરિરાજસિંહસોઢા

િવરાસત| સંભાળ તેમજ પ્રચાર કરાય તો જોવાલાયક સ્થળ બને

ભાસ્કર ન્યૂઝ . ભુજ

ગુજરાતઅનેક ઐતિહાસિક સંપત્તિઓને પોતાની ગોદમાં સમાવીને બેસેલું છે. આજે આપણે વાત કરીશું એવી એક િવરાસત કે જે ભુજથી માત્ર 50 કિ.મી.ના અંતરે આવેલા નખત્રાણા તાલુકામાં આવેલું રોહા (સુમરી) ગામ જે પોતાની અંદર અનેક ઇતિહાસને છૂપાવીને બેસેલું છે. એક સમયે 52 ગામનો કારભાર જાગીરમાં થતો હતો. આજે તેની હાલત જર્જરિત થઇ છે.

કિલ્લા વિશે ભાગ્યે આપણને ક્યાંય વાંચવા મળે છે. પ્રવાસનની દૃષ્ટિએ જોઇએ તો કચ્છ તેની વિવિધ ઇમારતો અને રમણીય ઇતિહાસ તથા વિશાળ સફેદરણના કારણે જગ વિખ્યાત છે. કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે વિશ્વફલક પર વિસ્તરી રહ્યું છે, જેના કારણે વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં તેને જોવા કચ્છ આવી રહ્યા છે.

રાજ્યભરમાંથી આવતા પ્રવાસીઓ કચ્છ આવે ત્યારે ભુજ શહેર અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લે છે, પરંતુ કિલ્લાની મુલાકાત ભાગ્યે લેતા હોય છે. પ્રવાસન િવભાગ દ્વારા સ્થળનો પ્રચાર થાય તો રોજગારીની તકો ઊભી થાય એમ છે.

કિલ્લાનીહાલની સ્થિતિ

કિલ્લાપરઊભું કરાયેલું નગર ખંડેર હાલતમાં છે. અહી આવેલા ઐતિહાસિક બાંધકામને ભૂકંપમાં સારી આવી અસર થઇ છે. ભૂકંપના કારણે અમુક ભાગ ધરાશાયી થઇ ગયેલો છે. કિલ્લા પર ઠાકર મંદિર, રાણીની ચાલ, જેલ, ટાવર, આશાપુરા માતાજીનું મંદિર, ગઢરાંગ, ઝરૂખા જેવી તો અનેક ઇમારતો ઇતિહાસની સાક્ષી પૂરી રહી છે.

X
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
52 ગામનો કારભાર થતો તે રોહાનો કિલ્લો અત્યંત જર્જરિત હાલતમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી