• Gujarati News
  • વરસાણામાં મહિલાને કોઇએ મોતને ઘાટ ઉતારી હોવાનું ખૂલ્યું

વરસાણામાં મહિલાને કોઇએ મોતને ઘાટ ઉતારી હોવાનું ખૂલ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાવરસાણાની સીમમાં મે માસમાં યુવાનવયની પરપ્રાંતીય મહિ‌લાની લાશ મળી આવી ઘટનામાં તેેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એફએસએલ રિપોર્ટ આવી જતાં પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી. જોકે, હત્યારાનો પત્તો પોલીસને હજી સુધી મળ્યો નથી.

અંજાર પોલીસના જણાવ્યા પ્રમાણે તા.9/5ના સવારે વરસાણા સીમમાં ચૌધરી ટિમ્બ‌ર્સમાં વસવાટ કરતી 25 વર્ષીય રોશની વીરસિંગ થાવરિયા દેવધા(25)ની લાશ મળી હતી. ઘરથી માત્ર 500થી 700 ફૂટના અંતરે લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં મોતનું કારણ શંકાસ્પદ લાગતાં વિશેરા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. પીએસઆઇ એ.બી. પટેલે જણાવ્યું કે, એફએસએલના રિપોર્ટમાં મહિલાને શરીરે મૂઢા કરીને ગળું દાબી મોત નીપજાવ્યાની હકીકત મળતાં સમગ્ર બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે, રિપોર્ટ પરથી ખૂનની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારવામાં આવી છે. જોકે, હજી આરોપી કોણે સ્પષ્ટ થયું નથી. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હત્યા થયાનું સ્પષ્ટ થતાં એની તપાસ ફરીથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મહિલા કુદરતી હાજતે સીમમાં ગઈ ત્યારે બાવળની ઝાડીમાં કોઇએ તેને ગળે ટૂંપો દઈ દીધો હતો.

આત્મહત્યા કરી હોવાનું પતિનું રટણ

પાંચ માસ પહેલાંની ઘટનામાં નવો વળાંક

લાશ મળીત્યારે ગળાંમાં કપડું વીંટાયેલું હોઈ યુવતીએ આત્મહત્યા કરી હોવાનું તેના પતિએ રટણ કર્યું હતું. જોકે, પોલીસ પહોંચી પહેલાં પતિએ તે કપડું ગળાંમાંથી કાઢી લીધું હતું.