• Gujarati News
  • માંડવીમાં બંગાળી સામે ગુનો નોંધાયો

માંડવીમાં બંગાળી સામે ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંસોની વેપારીનું સોનું ઉઠાવી ગયેલા મૂળ બંગાળના કારીગર સામે છેવટે પોલીસમાં પણ વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, તા.18ના બનેલી ઘટના અંગે વેપારી સમીર મોહનલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી શબ્બીર હુસેન હારૂન શેખ તેમનું 170 ગ્રામ સોનું લઈ ગયો છે, જેની કિંમત રૂા.4.16 લાખ આંકવામાં આવી છે. વેપારી પાસે ઘરેણા બનાવવાના ઓર્ડર હોઈ, એને બનાવવા માટે શબ્બીર શેખને નોકરી પર રાખ્યો હતો. ઘરેણા બનાવવા માટે તેને આપવામાં આવેલું સોનું તે ઉઠાવી ગયો હોઈ, તેની સામે વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી શબ્બીર બંગાળના હુગલી જિલ્લામાં મહિપાલપુરમાં રહે છે.