• Gujarati News
  • ભુજમાં લારી માથામાં લાગતાં મજૂરનું મોત

ભુજમાં લારી માથામાં લાગતાં મજૂરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંહાથ લારી ઉથલી જતાં માથામાં ગંભીર ઇજાને કારણે વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો, તો માંડવીમાં 85 વર્ષના મહિલાએ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી લીધી હતી.

બન્ને ઘટનાઓ વિશે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભુજના રામનગરીમાં રહેતા અલીમામદ મીઠુ મમણ(63)નું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત થયું હતું. બપોરે તેઓ હાથ લારી લઇને બસ સ્ટેશન તરફ આવતા હતા, ત્યારે એકાએક હાથલારી ઉથલી પડી હતી. મજૂર પણ નીચે પટકાઈ ગયા અને માથા પર લારી પટકાતાં ગંભીર ઇજા થઈ હતી, જ્યારે માંડવીમાં ગોકુલવાસમાં રહેતા દેવલબેન વીરજી નંજાણા (મહેશ્વરી)એ સોમવારે સવારે સાડા આઠ વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.