• Gujarati News
  • લોરિયાથી નિરોણા જવા માટે વીમો ઉતરાવીને જવું !

લોરિયાથી નિરોણા જવા માટે વીમો ઉતરાવીને જવું !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોરિયાચેકપોસ્ટથી નિરોણા-બિબ્બર, ભીમાસર, દેવીસર સુધીના 50 કિ.મી. સિંગલપટ્ટી સ્ટેટ હાઇવેની છેલ્લા બે વર્ષથી નધણિયાતી હાલતના કારણે વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.

ઝુરા, નિરોણા, થાન, ધિણોધર, ફોસિલ્સ પાર્ક સહિતના સ્થાનોએ જિલ્લામથક ભુજથી જવા માટે ટૂંકો અને સરળ એકમાત્ર આજ સિંગલપટ્ટી સ્ટેટ હાઇવે છે, પરંતુ માર્ગની બન્ને સાઇડ એટલી હદે ખવાઇ ગઇ છે કે, દ્વિચક્રી વાહનચાલકોને કાયમી અકસ્માતનો ભય સતાવતો રહે છે.

દ્વિચક્રી વાહન ચાલકોને રોડની સાઇડમાં ઉતરવું જોખમી બન્યું છે. માર્ગના સમારકામ માટે માસિક છ-છ હજાર રૂપિયાના પગારદાર બે મજૂરને રાખવામાં આવ્યા છે, તેઓ પણ રોડસાઇડોનું સમારકામ કરવાના બદલે આવતા-જતા વાહનચાલકોને સલામી ઠોકતા રહે છે, તો બે વર્ક આસિસ્ટન્ટની નિમણૂક કરાઇ છે, તેઓ અદૃશ્ય શક્તિના રૂપમાં ક્યારે આવે છે ને ક્યારે જતા રહે છે, પ્રવાસન ક્ષેત્રે હબ ગણાતા પાવરપટ્ટીની માળખાકીય સુવિધાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.

ખુદ મુખ્યમંત્રી રોડની હાલતથી પરિચીત

મુખ્યમંત્રીઆનંદીબેનપટેલની કચ્છની મુલાકાત વખતે પ્રવાસનક્ષેત્રની ચર્ચામાં પાવરપટ્ટીના રાજકીય આગેવાન અને પ્રવાસન નિગમના ડાયરેક્ટર કેશુભાઇ પટેલે રણોત્સવ દરમિયાન ધોરડો, નિરોણા, થાન, ધિણોધર, છારીઢંઢ, માતાના મઢ, નારાયણ સરોવરને કોરીડોર બનાવવા નિરોણા માર્ગનો વિકાસ જરૂરી હોવાનું ખુદ મુખ્યમંત્રીના ધ્યાને લીધું હતું.

2 વર્ષથી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત

પાવરપટ્ટીનેસાંકળતાસિંગલપટ્ટી સ્ટેટ હાઇવે સંદર્ભે નાયબ કાર્યપાલક ઇજનેર બી.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, રોડની બન્ને સાઇડને હાર્ડ મટિરીયલથી ભરવા માટે બે વર્ષથી દરખાસ્ત એસ્ટિમેટ પ્લાન સાથે રાજ્ય સરકારને કરાઇ છે, જે પડતર પડી છે, તો રોડને સાત મીટરનો બનાવવા માટે પણ રજૂઆત કરાઇ છે, પરંતુ હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી.

લોરિયાથી નિરોણા તરફની ખખડધજ માર્ગ નજરે પડે છે.