• Gujarati News
  • સુમરાસર ગામે વાજબી ભાવની દુકાનમાં ભ્રષ્ટાચાર

સુમરાસર ગામે વાજબી ભાવની દુકાનમાં ભ્રષ્ટાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના સુમરાસર (શેખ)માં સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના માલિક દ્વારા બીપીએલ અને એપીએલ કાર્ડધારકોને અનાજ અને કેરોસીનનો નિયત જથ્થો આપી બારોબાર બજારમાં વેચી મરાય છે, તેવા આક્ષેપ સાથે જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ કરાયેલી રજૂઆતમાં ન્યાયિક તપાસની માંગ કરાઇ છે.

પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક લક્ષ્મણ કરસન મેરિયા દ્વારા સરકારે કાર્ડધારકો માટે જે જથ્થો નિશ્ચિત કર્યો છે, તેના કરતાં અોછું વિતરણ કરાય છે. જેમકે, સરકારે કાર્ડ દીઠ 13 કિલો ઘઉં આપવા જાહેરાત કરી છે, પણ સંચાલક મનમાનીપૂર્વક વિતરણ કરે છે. આવી રીતે કેરોસીનની વહેંચણીમાં પણ ગાલમેલ કરે છે, આક્ષેપ ગામના વેણ ગની અબ્દુલ્લાએ ઉમેર્યું હતું કે, જો કોઇ ફરિયાદ કરે, તો પોતે ભાજપના અનુસૂચિત જાતિ સેલમાં હોદ્દો ધરાવે છે, ધારાસભ્ય અને સાંસદ પણ મારી જ્ઞાતિના છે. અગાઉ 120થી વધુ ગ્રામજને કલેક્ટર સમક્ષ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી છે. ગેરરીતિ આચરવા બદલ બે વર્ષની સજા ભોગવી ચૂકેલા છે.