• Gujarati News
  • રણોત્સવમાં થશે બેવડો ધસારો : તંબુનગરી સજ્જ

રણોત્સવમાં થશે બેવડો ધસારો : તંબુનગરી સજ્જ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણોત્સવમાં થશે બેવડો ધસારો : તંબુનગરી સજ્જ

શું આનંદ માણી શકાશે ?

5 ગામના તમામ ઘર શૌચાલય અભિયાનમાં સામેલ થયા

ઘોરડો જૂથગ્રામ પંચાયત હસ્તક આવતાં 4 મળીને કુલ 9 ગામ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ઉપાડેલા શૌચાલય અભિયાનમાં જોડાયા છે. પૈકી 5 ગામના તમામ ઘરોમાં શૌચાલય બની ચૂક્યાં છે અને માટે સીએમ ખુદ ધોરડોમાં ગામલોકોની પ્રશસ્તિ કરશે. ધોરડોના સરપંચ મિંયાહુસેનના કહેવા મુજબ શૌચાલય અભિયાનને અહીં 100 ટકા સફળતા મળી છે. ધોરડો, પટગાર, ઉડો, શિણિયાડો, પનાવારીના 300થી વધુ ઘરોમાં સુવિધા શરૂ થઇ ગઇ છે. તે અંગેનો કાર્યક્રમ પણ છઠ્ઠીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે.

ચારસ્થળે કચ્છી ખાણુ પીરસાશે

પ્રવાસન નિગમનાસૂત્રોના કહેવા મુજબ વખતના રણોત્સવમાં સ્થાનિક સખીમંડળોને ઉત્તેજન આપવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાના 4 પર્યટન અને તીર્થધામો એવા ધોળાવીરા, કાળો ડુંગર, માંડવી બીચ અને નારાયણ સરોવરમાં સખીમંડળો દ્વારા બનાવાયેલું કચ્છી દેશી ખાણુ સહેલાણીઓને પીરસવામાં આવશે,જેનો લાભ રણોત્સવ દરમિયાન લઇ શકો.

{ છઠ્ઠીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ

{ ધોરડોમાં બેંકની શાખા, આરોગ્ય કેન્દ્ર અને લોકસુિવધાઓનું લોકાર્પણ

{ ત્રણ માસમાં 30 હજાર લોકો તંબુઓમાં મહેમાન બનશે

પ્રવાસનનું પર્વ| કાલથી ધોરડોના સફેદરણમાં આઠમા રણઉત્સવનો થશે આરંભ : ભુજ કાર્નિવલ વર્ષે પણ નહીં જોવા મળે

> આર્ચરી (તિરંદાજી)

> પેરાગ્લાઈડિંગ

> પુલ ટેબલ

> ટેબલ ટેનિસ

> લાયબ્રેરી

> હસ્તકળા

> ફૂડ કોર્ટ

> એડવેન્ચર ઝોન

> થીમ પેવેલિયન

ભાસ્કર ન્યૂઝ. ભુજ

પયર્ટનમાંનામ કાઢનારા કચ્છના રણ ઉત્સવનો 1 ડિસેમ્બરથી આરંભ થઇ રહ્યો છે. ફેબ્રુઆરી 2015 સુધી ચાલનારા કચ્છના અનેરા ફેસ્ટિવલમાં ગત વર્ષની તૂલનામાં બેવડો ધસારો નોંધાય અને વધુ ને વધુ સહેલાણીઓ આવે તેવો માહોલ સર્જાયો છે. મુખ્યમંત્રી રણોત્સવ સાથે સંકળાયેલા ગામોમાં લોક સુવિધાઓના પણ લોકાર્પણ કરીને સફેદ રણમાં યોજાનારા સાંસ્કૃતિક સમારંભમાં જોડાવાના છે. પ્રવાસન નિગમ ઉપરાંત ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ધોરડોના સફેદ રણ વિસ્તારમાં તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે.

...અનુસંધાનપાના નં. 4

30હજારથી વધુ લોકો તંબુઓના રહેવાસી મહેમાન બને અેમ છે. ગત સાલે 15 હજાર જેટલા લોકોએ રણ વચાળે લાભ લીધો હતો. ઉપરાંત હરવા ફરવા માટે આવનારા સહેલાણીઓની સંખ્યા પણ લાખોમાં પહોંચી શકે