• Gujarati News
  • પ્રા. શિક્ષણ વિભાગમાં 6બીટ નિરીક્ષક નિમાયા

પ્રા. શિક્ષણ વિભાગમાં 6બીટ નિરીક્ષક નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રા. શિક્ષણ વિભાગમાં 6બીટ નિરીક્ષક નિમાયા



કચ્છજિલ્લામાં સરકારીક્ષેત્રે સૌથી મોટું નેટવર્ક ધરાવતા પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધરે અને ગતિશિલતા વધે તે હેતુથી 6 બીટ નિરીક્ષકની નિમણુક કરાઇ છે. જેમાં સંજય ટી. ગોર ભુજ શાળા નં.-6ને ખાવડા અને દિનારા, નિતિન રાવલ શાળા નં.21ને તુણા અને ખારી, પરેશ ગુજરાતી શાળા નં. 24ને ઢોરી, લોડાઇ, નાગોર, નિલેશ ગોર શાળા નં.13ને પદ્ધર, ઘાણેટી, કનૈયાબે, રાજેશ ગોરને ભુજ શહેર, વેલજી મેવાડા-આદિપુર કન્યા શાળાને મહેશ્વરી નગર, ગળપાદર, મીઠી રોહર, કંડલા ગ્રૂપની જવાબદારી સોંપાઇ છે. પોતાની શાળાની આચાર્યની સાથે બીટ નિરીક્ષક તરીકેની વધારાની જવાબદારી સોંપાતા શિક્ષણક્ષેત્રે સુધારા આવશે.