• Gujarati News
  • કચ્છમાંઠંડી પર બ્રેક લાગી હોય તેમ છેલ્લા બે દિવસથી

કચ્છમાંઠંડી પર બ્રેક લાગી હોય તેમ છેલ્લા બે દિવસથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાંઠંડી પર બ્રેક લાગી હોય તેમ છેલ્લા બે દિવસથી મોડી રાત્રે અને પરોઢિયે ઝાકળ વર્ષા થઇ રહી છે.

વહેલી સવારે ઝાકળ પડવાથી કેટલાક પાકને લાભદાયી સાબિત થઇ રહી છે બીજી બાજુ અસ્થમાના રોગીઓ માટે પ્રતિકૂળ હવામાન સર્જાતાં દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

માગસર માસ શરૂ થઇ ગયો હોવા છતાં જિલ્લ મથક ભુજમાં મહત્તમ તાપમાન 32.8, નલિયામાં 37.4, કંડલામાં 31.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનત્તમ અનુક્રમે 19.2, 19.1 અને 20.5 રહેતાં મોડી રાત્રે માત્ર ગુલાબી ઠંડક અનુભવાઇ હતી.

અાગામી દિવસોમાં ઠંડી વધે તેવી આશા રખાઇ રહી છે.

ઠંડીની ગેરહાજરી

વચ્ચે કચ્છમાં

ઝાકળિયો માહોલ