• Gujarati News
  • {રાત્રિ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરા માટે પણ રજૂઆત થઇ

{રાત્રિ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરા માટે પણ રજૂઆત થઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{રાત્રિ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરા માટે પણ રજૂઆત થઇ



સામખિયાળીઅને આધોઇ ખાતે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકના લોકદરબારમાં કાયદો વ્યવસ્થાના પ્રશ્નોની સાથે સાથે ઓવરલોડિંગ અને રોયલ્ટી ચોરીના મુદે પણ લોકોએ રજૂઆત કરી હતી. ઉપરાંત ચોરીઓ અટકાવવા માટે નિયમિત રાત્રિ પેટ્રોલિંગ તથા સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આધોઇ પંચાયત ખાતે પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક દીપક મેઘાણી લોકોની સમસ્યાઓથી રૂબરૂ થયા હતા. પોલીસ અને લોકો વચ્ચેનું અંતર ઘટે તથા ગુનાહિત તત્ત્વો પર ચાંપતી નજર રાખવા માટે રાત્રિ પેટ્રોલિંગ વધારી સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત ઓવરલોડની સમસ્યા, રોયલ્ટી ચોરી જેવા પ્રશ્નોએ પણ પોલીસને સચેત કરી હતી.

સામખિયાળી ગામે પણ એસપી મેઘાણીએ લોકોને સાંભળ્યા ત્યારે ટ્રાફિક તેમજ હેલ્મેટ પહેરીને બાઇક ચલાવવા ઉપર પોલીસ અધિકારીએ ભાર મૂક્યો હતો. ઉપરાંત સ્થાનિક કક્ષાએ જો પોલીસ વ્યવસ્થિત ધ્યાન આપે, તો સીધો તેમનો (એસપીનો) સંપર્ક કરવાની પણ વાત કરવામાં આવી હતી.

પોલીસના લોકદરબારમાં

ઓવરલોડનો મુદો ઉછળ્યો