• Gujarati News
  • સ્વેચ્છાએ થઇ કાર્યવાહી

સ્વેચ્છાએ થઇ કાર્યવાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહીં દબાણ કયારે હટશે ?
ભુજમાંઠેર ઠેર કરાયેલા દબાણો માથાના દુ:ખાવા સમાન બન્યા છે, ત્યારે થોડા સમય પહેલાં જિલ્લા પંચાયત પાસેની ફૂટપાથ પર દબાણ કરીને ઊભી કરાયેલી કપડાં બજારને દબાણ હટાવવા નોટિસ પાઠવાઇ હતી, જેના પગલે આજે સ્વેચ્છાએ દબાણકાર વેપારીઓએ દબાણ દૂર કર્યા હતા, તો બીજી તરફ વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, સુધરાઇ અમારા પર નિશાન વારંવાર તાકે છે , મિડલ સ્કૂલને અડીને આવેલી ફૂટપાથ અને પોસ્ટઓફિસ પાસે લાઇનબંધ કપડાં સહિતનું વેચાણ દબાણ કરીને કરાય છે, તેની સામે હજી સુધી લાલ આંખ પણ નથી કરાઇ.
ભુજમાં બસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે દુકાનદારો દ્વારા દબાણ કરાયેલા છે, જેના કારણે રોડ સાંકડા બન્યા છે અને પરિણામે ટ્રાફિકની સમસ્યા રોજ સર્જાય છે. બીજી તરફ મનફાવે તે રીતે ભુજમાં પાર્કિંગ પ્લોટથી માંડીને જાહેર જગ્યાઓ પર દબાણ થયેલા છે, જેના પર સુધરાઇ લગામ કસે તે જરૂરી બન્યું છે. જિલ્લા પંચાયત પાસેની ફૂટપાથ પર કપડાં વેચતા વેપારીઓ દ્વારા દબાણ કરાયેલું હતું. જો કે, નગરપાલિકા તેઓ પાસે ભુજમાં અન્ય વેપારીઓ કરતાં સફાઇ વેરા માટેના 500 રૂપિયા વધુ વસુલતી હતી.
આમ છતાં, થોડા સમય પહેલાં સુધરાઇ દ્વારા દબાણ હટાવવા નોટિસ પાઠવાઇ હતી. જેના પગલે પાલિકા કોઇ પગલાં ભરે તે પહેલાં વેપારીઓ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા, તો બીજી તરફ અહીંના વેપારીઓએ ફરીયાદના સુરમાં પ્રશ્ન ઊભો કર્યો હતો કે, અમારા પર વારંવાર નિશાન તકાય છે, જ્યારે બસ સ્ટેશન વિસ્તારમાં મિડલ સ્કૂલની ફૂટપાથ અને પોસ્ટઓફિસની દીવાલને અડીને રસ્તા પર દબાણ થયેલા છે, જેના કારણે ટ્રાફિક પણ થાય છે. આમ છતાં ત્યાં નોટિસ સુદ્ધા નથી પાઠવાઇ. શા માટે એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવાઇ રહી છે. વિસ્તારોના દબાણો પણ તાત્કાલિક દૂર કરાવાય. સુધરાઇ કોઇના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ પણ વેપારીઓએ કર્યો હતો. મુદ્દે ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે, નોટીસ પાઠવતા સ્વેચ્છાએ દબાણ દૂર થઇ ગયા છે અને ધંધાર્થીઓને અન્યત્ર જગ્યા ફાળવવા સુધરાઇ વિચારી રહી છે. જેથી, તેઓની રોજીરોટી છીનવાય અને બીજી જગ્યાએ રસ્તા પરના દબાણો છે તેના પર પણ ક્રમબદ્ધ કામગીરી કરાય. અમારા દ્વારા તમામ દબાણકારો સરખા છે. કોઇ તરફ પક્ષપાત કે કિન્નાખોરી રાખી કામગીરી નથી કરાતી.
એક તરફ જિલ્લા પંચાયત પાસેના દબાણ સુધરાઇએ નોટિસ પાઠવતા સ્વેચ્છાએ દૂર થયા હતા. સવારે પાલિકા દ્વારા કામગીરી કરાઇ હતી. જોકે, ધંધાર્થીઓએ જાત