આનંદ મંગલ કરું આરતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આનંદ મંગલ કરું આરતી

કચ્છમાં દીપોત્સવી પર્વની ઉલ્લાસભરી ઉજવણી આરંભાઇ ગઇ છે. ભુજમાં હમીરસર કિનારે દેવમંદિરોમાં પરોઢીએ હજારો લોકોની હાજરીમાં મંગળાઆરતી સંપન્ન થયા પછી મહાદેવનાકા બહાર સામૂહિક આતશબાજીની આગવી પરંપરા મુજબ ધનતેરસના પ્રથમ દિવસે કચ્છના કુળદેવી મા આશાપુરા ભુજના મંદિરે સવારે મંગળાઆરતીમાં ભાવિકોનો મોટો સમૂહ નજરે પડે છે, તો મંગળાઆરતીનું આગવું મહાત્મ્ય ધરાવતા હાટકેશ્વર મંદિરે જામેલી ભક્તોની ભીડ જોઇ શકાય છે. કાળીચૌદસ અને પછી વિશેષતા દિવાળીની પરોઢે ભુજવાસીઓ હમીરસર તટે આગવો અવસર માણી લેવા ઉમટશે. /મયૂર ચૌહાણ