• Gujarati News
  • ભુજમાં પ્લાસ્ટિક વીણતી બહેનોનું પ્રથમવાર સ્નેહમિલન યોજાશે

ભુજમાં પ્લાસ્ટિક વીણતી બહેનોનું પ્રથમવાર સ્નેહમિલન યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજશહેરમાં પ્લાસ્ટિક વીણતી બહેનો માટે દીપોત્સવ સ્નેહમિલન તા. 23/10ના સાંજે 5 કલાકે ક.વિ.ઓ. જૈન મહાજન ભુજના અધ્યક્ષ અને રાજ્યમંત્રી તારાચંદ છેડાની અધ્યક્ષતામાં ક.વિ.ઓ. જૈન સંકુલમાં અમરસન્સ ભવન, શાંતિલાલ કાનજી ગડા પાર્ટી પ્લોટ મધ્યે યોજાશે. સ્નેહમિલનમાં પ્લાસ્ટિક વીણતી બહેનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માહિતી અપાશે. દરેક બહેનોને સાડી અને મીઠાઇ વિતરણ કરવામાં આવશે.