• Gujarati News
  • ભરબજારે તમાચા પડ્યા

ભરબજારે તમાચા પડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંદોબસ્તમાં રહેલી પોલીસ બની રહી મૂક પ્રેક્ષક !

ભાસ્કરન્યૂઝ. ભુજ

ભુજશહેરમાં બજારમાં દિવાળીની ચિક્કાર ઘરાકી વચ્ચે એક યુવતીએ તેની છેડતી કરનારા શખ્સને મેથીપાક ચખાડી દીધો હતો. જોકે, બનાવ સમયે બંદોબસ્તમાં રહેલી પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બની રહી હતી.

સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના શરાફ બજારમાં ઘટના મંગળવારે સાંજે સાડા વાગ્યાના અરસામાં બની હતી. એક યુવતી સ્કૂટી હંકારીને જતી હતી, ત્યારે રસ્તાની સાઇડમાં ટેબલ રાખીને કપડાં વેચતા ઇસમોમાંથી કોઇએ તેના પર કોમેન્ટ કરી હતી. સાંભળીને યુવતી રણચંડી બની ગઈ અને સ્કૂટી સાઇડમાં મૂકી તેના પર કોમેન્ટ કરનારા શખ્સને જાહેરમાં ધોલાઈ કરી હતી.

બજારમાં ભારે ભીડ વચ્ચે બનાવ બન્યો ત્યારે ચકચાર મચી ગઈ હતી. નજરે જોનારીના જણાવ્યા પ્રમાણે ત્યાં પોલીસ પણ હાજર હતી, જોકે પોલીસે કંઇ કર્યું નહોતું. વળી બનાવ અંગે પોલીસમાં પણ કોઇ નોંધ થઈ નહોતી.

ઉલ્લેખનીય છે કે, કેટલાક શખ્સો ભીડનો લાભ લઇ છેડતી કરવાના ઇરાદે બજારમાં ઘુસતા હોય છે.