• Gujarati News
  • \"કચ્છ સીમાએ કંજરકોટ છાડબેટ પરત લેવા માટે હવે BSF કાફી છે\'

\"કચ્છ સીમાએ કંજરકોટ-છાડબેટ પરત લેવા માટે હવે BSF કાફી છે\'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1965માંમધરાત્રે ટેન્ક, મોર્ટાર અને સૈનિકોની ફોજ સાથે ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના રણમાં સરદાર પોસ્ટ પરના હુમલાના 50 વર્ષે એવી તાકાત ઊભી થઇ છે કે, હવે જરૂર પડે તો એકલું સીમા સુરક્ષા દળ કંજરકોટ અને છાડબેટની ભૂમિ ભારતને અપાવી શકે એમ છે. તે સમયે સીઆરપીએફ અને એસઆરપીએ કે જેમણે માત્ર સરહદ સંભાળવાની હોય છે, તેમણે પાક હુમલા સામે 15 કલાક ઝિંક ઝીલીને કચ્છની ભૂમિ ભારતના હાથમાંથી જતી બચાવી હતી. ગુરુવારે 9મી એપ્રિલે દુશ્મન દેશના હુમલાની

...અનુસંધાનપાનાનં.6

(વધુઅહેવાલ સિટી પેજ 2 પર )

ઘટનાને50 વર્ષ થતાં શોર્ય દિવસે ભુજના કચ્છ સત્યાગ્રહ મંડળ દ્વારા ધરમશાળા સરહદી ચોકી સ્થિત વોર મેમોરિયલ પર શ્રદ્ધાસુમન અપાયાં હતાં, તે સમયના સત્યાગ્રહીઓ અને ભુજના પ્રબુદ્ધ નાગરિકો ત્યાં પહોંચ્યા હતા. પાંચ દાયકા વીતી જવા છતાં દેશની ભૂમિ પરત લેવાતાં દુ:ખની લાગણી વ્યક્ત કરાઇ હતી.

ખાવડાથી અંતરિયાળ ભાગમાં આવેલી સરદાર ચોકી પર થયેલા નાપાક હુમલામાં તેમનું સૈન્ય વિઘાકોટ, બેડિયા બેટ, કંજરકોટ અને છાડબેટ સુધી ઘૂસી આવ્યું હતું અને તેમની સામે લડતા ભારતના કેન્દ્રીય અનામત પોલીસ દળ અને રાજ્ય પોલીસ દળના કુલ 6 જવાન શહીદ થયા હતા. યુદ્ધના શહીદોને તેમના રણભૂમિના સ્થાને જઇને અંજલિ આપવા તથા છાડબેટ અને કંજરકોટની જમીન પાછી લેવાની માગણી બૂલંદ બનાવવા 9મી એપ્રિલ નિમિત્તે ખાસ કાર્યક્રમ ધરમશાળા સીમા ચોકીના વોર મેમોરિયલ ખાતે યોજાયો હતો. જવાનના મેમોરિયલ પર ફૂલહાર સાથે અંજલિ આપીને ભુજના સત્યાગ્રહ મંડળ તરફથી ગયેલા પાંચ સત્યાગ્રહી, જાણીતા વકીલો અને સમાજસેવકોને સંબોધતાં બીએસએફના કમાન્ડન્ટ શૈલેશકુમારે કહ્યું હતું કે, હાલમાં આપણી સરહદે પાકિસ્તાન કરતાં બમણી સંખ્યામાં જવાનો છે, દર ચાર કિલોમીટરે ચોકી છે અને જરૂરી હથિયારો પણ છે, ત્યારે હવે જો 1965 જેવી હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં અાવે, તો સીમા સુરક્ષા દળ એકલે હાથે પાકિસ્તાનને હરાવી શકે એમ છે. જરૂર પડ્યે છાડબેટ અને કંજરકોટની જમીન પણ પાછી મેળવી શકે છે.

કચ્છ કી ભૂમિ દેશ કી ભૂમિના નારા સાથે 1968માં શરૂ થયેલા કચ્છ સત્યાગ્રહ મંડળના પ્રમુખ કાંતિલાલ ભાવસારે એવી દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી કે, સત્યાગ્રહ વખતે રામકી બજાર સુધી અમે જમીન પાછી અપાવવાના મામલે પહોંચી ગયા હતા. 50 વર્ષ સુધી રાહ જોઇ છે. કેન્દ્ર સરકાર સાથે અનેક વખત પત્રવ્યવહાર કર્યો છે, પણ ટ્રિબ્યુનલમાં ગયેલી જમીન પાછી લઇ શકાઇ નથી તે દુ:ખદ છે. તેમણે બીએસએફ અને સીઆરપીએફના વેલફેર ફંડ માટે પ્રત્યેકને 25-25 હજારનો ચેક અંગત મૂડીમાંથી આપીને દેશપ્રેમનો દાખલો બેસાડ્યો હતો. સીઆરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાજકુમાર સિંહે પ્રાસંગિક વાત કરીને આવી ભાવનાને બિરદાવી હતી. સીમા સુરક્ષા દળના બજરંગીલાલ બિશ્નોઇ તથા જવાનો સામેલ થયા હતા.

વોર મેમોરિયલ ઝંખે છે પ્રાથમિક સુવિધા

ધરમશાળાચેકપોસ્ટનજીક 2013માં ઉદઘાટિત થયેલાં વોર મેમોરિયલની ઘણા નાગરિકો મુલાકાત લેતા થયા છે. અહીં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે. નથી પાણીની વ્યવસ્થા કે નથી શૌચાલયની સગવડ. વીરાંજલિના કાર્યક્રમ દરમિયાન પણ આવી સુવિધાઓ તાકીદે રાજ્ય સરકાર દ્વારા થવી જોઇએ અને જિલ્લા વહીવટી તંત્રે તે માટે ધ્યાન આપવું જોઇએ તેવો ગણગણાટ જણાયો હતો.

ગાંધીધામની 136મીબટાલિયન હેઠળ આવતા વિઘાકોટ સુધીના સરહદી વિસ્તારના કમાન્ડન્ટ શૈલેશકુમારે ઉમેર્યું હતું કે, શૌર્ય દિવસે સિવિલિયન દ્વારા આવી રીતે બોર્ડર સુધી પહોંચીને જવાનોને યાદ કરાય, અે અનોખા દેશપ્રેમનું દૃષ્ટાંત છે, તમને તમારું ઘર મુબારક છે. અમારું ઘર 12માંથી સાડા નવ મહિના સરહદ અમારું ઘર છે. દેશ મજબૂત હાથોમાં છે, અમે કોઇને ઘૂસવા નહીં દઇએ. બંદા, બંદૂક અને કૂતરા સાથે અમે સીમાનું રક્ષણ કરી રહ્યા છીએ, ત્યારે એક-એક ઇંચ જમીન ભારતવાસીની છે. જવાનોને પ્રેરણા, ઉત્સાહ અને સહયોગ આપવાની તેમણે અપીલ કરી હતી.

દેશ મજબૂત હાથોમાં છે, તમને તમારું ઘર મુબારક

1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છ સરહદ પર પાકિસ્તાનના રેન્જર્સે હુમલો કર્યો હતો, ત્યારે કેન્દ્રીય રિઝર્વ પોલીસના જવાનો શહિદ થયા હતા, જેની યાદમાં 9મી એપ્રિલે શૌર્ય દિવસ મનાવવામાં આવે છે. ભુજથી કચ્છ સત્યાગ્રહ મંડળના સભ્યોએ ધરમશાળા સ્થિત વોર મેમોરીયલ પર પુષ્પ ચડાવી શ્રદ્ધાંજલી આપી હતી. / પ્રકાશભટ્ટ