• Gujarati News
  • જી.કે.માં સીટી સ્કેન મશીન બંધ હોતાં સી.એમ. સમક્ષ ધા

જી.કે.માં સીટી સ્કેન મશીન બંધ હોતાં સી.એમ. સમક્ષ ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીજી.કે. જનરલ હોસ્પિટલમાં સીટીસ્કેન મશીન બંધ હાલતમાં હોવાથી સંઘઠીત માનવ અધિકાર સંઘ દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

અંગે મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, ભૂકંપ બાદ કરોડોના ખર્ચે બનાવવાયેલી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાંબા સમયથી સીટીસ્કેન મશીન બંધ હાલતમાં હોઈ ગરીબ દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે. ઉપરાંત સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ મળતો નથી. તેમજ ખાનગી ધોરણે મોંધા ભાવે સારવાર કરાવી પડે છે. આવા સીટીસ્કેન મશીને તત્કાલીક મરંમત કરાવવા અથવા નવું મશીન બેસાડવાની માંગ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંસ્થાના પ્રમુખ મેમણ અબ્દુલભાઈએ કરી છે.