• Gujarati News
  • ભુજ હાટમાં હાથશાળની રાજય કક્ષાની તાલીમનો થયો આરંભ

ભુજ હાટમાં હાથશાળની રાજય કક્ષાની તાલીમનો થયો આરંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંગુરુવારથી શિક્ષણ શિબિર તથા હાથશાળ- એમ્બ્રોયડરી આર્ટ તાલીમ વર્ગનો આરંભ થયોહતો. તકે ભાગ લેનારા તમામ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. તકે જરુરીયાતમંદોને સહાયનું વિતરણ પણ થયું હતું.

તકે મંત્રી તારાચંદ છેડાએ અહીંથી મળેલી જ્ઞાન-કૌશલ્ય જાણકારીને અન્ય જરૂરતમંદ સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સમાજ કલ્યાણના આયોજનોની આછેરી જાણકારી પાઠવતાં કચ્છ જિલ્લામાં તળીયેથી લઇ શિખર સુધી લાખ છાત્રોને શિષ્યવૃતિ માટે કરોડોની સહાય, કુંવરબાઇનું મામેરૂ અંતર્ગત ૧૫૭ લાભાર્થીઓને લાખેણી સહાય, ઉચ્ચાભ્યાસ માટે ૨૫ લાખની લોન અન્વયે લાભાર્થીઓને ધિરાણ, ૨૫૦૭ દીકરીઓને સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ સહાય તથા અન્ય સહાયોની વાત કરી હતી.

ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ સમાજ શિક્ષણ શિબિરોના આયોજનોનો વ્યાપ વધે તેને સમયની માંગ ગણાવતાં ગંભીરતાપૂર્વક તાલીમ લઇએ અને આર્થિક ઉત્કર્ષ સાધી અન્યોને પણ મદદરૂપ થવા અપીલ કરી હતી.

પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આચાર્ય જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વ્યવસ્થાપક અખિલેશ અંતાણી, લોકસેવા ટ્રસ્ટના અનિલભાઈ તથા હેમેન્દ્રભાઈ જણસારી, ઉમરશી પી. પરમારે વિવિધ માહિતી આપી હતી.

નગરપ્રમુખ હેમલતાબેન ગોર, ભાડાના અધ્યક્ષ કિરીટભાઈ સોમપુરા, વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, હાટના મેનેજર એમ.કે.પરમાર ઉપસ્થિત રહયા હતા.

ભુજ હાટમાં શિક્ષણ શિબિરનો આરંભ કરાવતા વિવિધ ક્ષેત્રના આગેવાનો.