તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહિલાનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ કર્યો ઇનકાર

મહિલાનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ કર્યો ઇનકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીજીકે જનરલ હોસ્પિટલમાં બપોરે દાખલ કરાયેલા સ્વાઇન ફ્લૂના મહિલા દર્દીનું બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ સાથે મોડી રાત સુધી સંબંધિઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ગેઇમ્સના સુપ્રિટેન્ડેન્ટ નિમિષ પંડયાએ બેદરકારી દાખવનાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી. પરંતુ આદિપુરનો ભાવસાર પરિવાર જ્યાં સુધી પગલાં લેવાય ત્યાં સુધી મૃતદેહ લઇ જવાની ના પાડી હતી.

રાત્રે પરિવારજનોએ જનરલ હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.