તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નેત્રામાં ખેલાશે ખરાખરીનો જંગ

નેત્રામાં ખેલાશે ખરાખરીનો જંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.પં. સીટ મુજબ નોંધાયેલા મતદારો

કચ્છજિલ્લા પંચાયતની નેત્રા બેઠકની આગામી 12મીના યોજાનારી પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ માટે બેઠક જીતવી પ્રતિષ્ઠાનનો પ્રશ્ન બની છે, તો કોંગ્રેસે સીટ પર પોતાનું આધિપત્ય હોવાનું પૂરવાર કરવા કમ્મર કસી છે.

8 તાલુકા પંચાયતની બેઠકને સમાવતી અને 26132 મતદાર ધરાવતી નેત્રા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે લખપત તાલુકા ભાજપના પ્રમુખ હસમુખ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે વિસ્તારમાં મોટું માથું ગણાતા અને છેલ્લાં 25 વર્ષથી લખપત કોંગ્રેસના પ્રમુખપદે રહેલા આગેવાન આગાખાન સાવલાણીને મેદાને ઉતાર્યા છે.

સ્વ.દિનકર રૂપારેલના નિધનથી ખાલી પડેલી નેત્રા જિ.પં.ની બેઠક જીતવા ભાજપ દ્વારા જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓને કામે લગાડાયા છે અને વિકાસ મંત્રને આગળ ધરી મત માગવામાં આવી રહ્યા છે, તો કોંગ્રેસે પણ બેઠકને પોતાના ખાતામાં જાળવી રાખવા વર્ષોના સંબંધની યાદ અપાવી રહી છે.

લખપતની દયાપર, દોલતપર, માતાના મઢ, કોટડા મઢ અને નરા તાલુકા પંચાયત સીટ અને નખત્રાણાની નેત્રા, રવાપર, ઘડાણી તા.પં. સીટનો નેત્રા જિ.પં.બેઠકમાં સમાવેશ થાય છે. દસેક મહિનાની અવધી ધરાવતી નેત્રા જિ.પં.ની બેઠકની ચૂંટણી પશ્ચિમ કચ્છમાં ચર્ચાનો વિષય બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને પક્ષે જીતવા માટે જોરદાર જોર લગાવ્યું છે, ત્યારે જંગ ભારે રસપ્રદ બની રહેશે.

સીટનું નામસ્ત્રી પુ. કુલ

દયાપર14941630 3124

દોલતપર10601101 2161

કોટડામઢ1339 1210 2249

માતાનામઢ979 1123 2102

નરા11881325 2513

નેત્ર23052535 4840

રવાપર22392421 4660

ઘડાણી21472336 4483

કુલ1245113681 26132

આગાખાન સાવલાણી

હસમુખ પટેલ