• Gujarati News
  • ભુજની જી.કે.માં ડેન્ગ્યુના બ્રિડિંગ પોઇન્ટ મળ્યા

ભુજની જી.કે.માં ડેન્ગ્યુના બ્રિડિંગ પોઇન્ટ મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેન્ગ્યુનાશંકાસ્પદ લક્ષણો સાથે કચ્છના દર્દીઓ જ્યાં સારવાર લેવા આવે છે, તે ભુજની અદાણી જૂથ સંચાલિત જનરલ હોસ્પિટલ પરિસરમાં રોગના ફેલાવા માટે જવાબદાર મચ્છરોના ચારથી પાંચ ઉત્પતિ કેન્દ્ર મળ્યા હતા. રાજકોટની નાયબ નિયામક કચેરી(આરોગ્ય)ના એન્ટોમોલોજિસ્ટે લીધેલી મુલાકાત દરમિયાન બ્રિડિંગ પોઇન્ટ મળ્યા હતા.

રાજકોટથી આવેલા એન્ટોમોલોજિસ્ટ શાહે લગભગ બે-અઢી કલાક સુધી હોસ્પિટલ સંકુલમાં સફાઇનું નિરીક્ષણ કર્યું હતું, તે દરમિયાન એડિસ ઇજિપ્તી મચ્છરના પાંચેક જગ્યાએ લારવા મળી અાવતાં તેને નાશ કરવાની કાર્યવાહી કરાઇ હતી. જોકે, જિલ્લા મેલેરિયા અધિકારી એમ.એન. ભટ્ટે એકાદ-બે જગ્યાએ પાણી ચોક-અપ થઇ ગયું હોવાથી લારવા મળ્યા હોવાનું કહેતાં હોસ્પિટલ પરિસરમાં યોગ્ય સ્વચ્છતા જળવાતી હોવાનું તેમજ રાજકોટથી આવેલા અધિકારીની રૂટિન મુલાકાત હતી તેવું જણાવ્યું હતું.

દરમિયાન, ભુજની અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણો સાથેના ત્રણ દર્દીના રક્તના નમૂના આરોગ્ય વિભાગ દ્વારા લઇને વધુ પરિક્ષણ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું હતું.