તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસને ભંગાર વાહનોમાંથી 37 લાખ ઉપજ્યા

પોલીસને ભંગાર વાહનોમાંથી 37 લાખ ઉપજ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંપોલીસના એમટી વિભાગ દ્વારા બિનઉપયોગી વાહનો અને સાધનોની જાહેર હરાજી રાખવામાં આવી હતી, જેમાં 37 વાહન સહિતના કન્ડમ જથ્થામાંથી કુલ રૂા.26.93 લાખની પોલીસને કમાણી થઈ હતી. કન્ડમ વાહનો તેમજ અન્ય ચીજો ખરીદવામાં જિલ્લા બહારથી સેંકડો વેપારીઓએ ખરીદીમાં ભારે રસ દાખવ્યો હતો. એક દિવસમાં બિનઉપયોગી ચીજોના વેચાણથી જાણે પોલીસ માલામાલ થઈ ગઈ હતી. પીએસઆઇ વિનોદ ભેડાએ જણાવ્યું કે, રાજ્યના વિવિધ સ્થળેથી 115 વેપારી હરાજીમાં ભાગ લેવા આવ્યા હતા. સવારથી સાંજ સુધી ચાલેલા ઓક્શનમાં 14 ફોરવ્હીલ તેમજ 23 બાઇક, ઉપરાંત ટાયર, ટ્યૂબ અને બેટરી જેવી બિનઉપયોગી વસ્તુઓને સામેલ કરવામાં આવી છે.