• Gujarati News
  • સાંતલપુર પોલીસે પીછો કરી દારૂની ખેપ કરતી સ્કોર્પીયોને ઝડપી લીધી

સાંતલપુર- પોલીસે પીછો કરી દારૂની ખેપ કરતી સ્કોર્પીયોને ઝડપી લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના કલ્યાણપુરાગામ નજીક નર્મદા કેનાલ પર વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાગતી સ્કોર્પીયો ગાડીનો પોલીસે પીછો કરતાં તેમાં બેઠેલા બે શખ્સો દિવેલાના ખેતરમાં ગાડી ઉતારીને નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે રૂ.104900ના વિદેશી દારૂનો જથ્થા સાથે ગાડી કબજે કરી હતી. રાધનપુરથી કચ્છ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરીને કાળા રંગની સ્કોર્પીયો ગાડી (જીજે2એપી0523) જઇ રહી હતી તેને પીએસઆઇ જે.એસ.પટેલની ટીમે ઝડપી હતી.