• Gujarati News
  • લોકો ટોળે વળ્યા અને પોલીસ પણ આવી પહોંચી

લોકો ટોળે વળ્યા અને પોલીસ પણ આવી પહોંચી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકો ટોળે વળ્યા અને પોલીસ પણ આવી પહોંચી
ભાસ્કરન્યૂઝ. ભુજ
ભુજમાંજ્યુબિલી ગ્રાઉન્ડ નજીક રોડ પર બે યુવાન વચ્ચે મારામારીની ઘટનાએ મંગળવારે ભારે ચકચાર મચાવી દીધી હતી. પૈસાની ઉઘરાણી જેવી મામૂલી વાતે એકે છરીથી હુમલો કર્યો તો બીજાએ તેને લાકડીથી ફટકાર્યો હતો. બન્નેને ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકો ટોળે વળ્યા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.
પોલીસે જણાવ્યું કે, માધાપરના મલૂક સિધીક સમા(22) અને નાના દીનારાના ગની સાધક સમા(30) વચ્ચે બનાવ બન્યો હતો. ગનીએ બાકી નીકળતા રૂપિયા માગવા માટે મલૂકને ફોન કર્યો, તો તેણે કહ્યું કે, જ્યુબિલી સર્કલ પાસે આવ, બેય ભેગા થયા. એવામાં બન્ને વચ્ચે બોલાચાલી થઇ ગઇ. વાત વાતમાં મલૂકે છરીથી ગની પર હુમલો કરીને તેના હાથમાં ઇજા પહોંચાડી હતી, તો સામે ગનીએ તેના પર લાકડીથી હુમલો કર્યો હતો. બન્નેને સારવાર માટે ખસેડાયા બાદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આગળ વધારી હતી.
ભુજમાં મારામારી બાદ છરીને સ્થળ પર મુકી દેવામાં આવી હતી.
ઉઘરાણી મુદ્દે મારામારી : એકે મારી
છરી, બીજાએ ફટકારી લાકડી
ભુજમાં બે યુવાને જાહેરમાં કરી દે ધનાધન