• Gujarati News
  • હતાશાથી બચવા માટે લોકોને જીવવા માટે પ્રેરતી ભુજની સંસ્થા 4 વર્ષથી સક્રિય

હતાશાથી બચવા માટે લોકોને જીવવા માટે પ્રેરતી ભુજની સંસ્થા 4 વર્ષથી સક્રિય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હતાશાથી બચવા માટે લોકોને જીવવા માટે પ્રેરતી ભુજની સંસ્થા 4 વર્ષથી સક્રિય
ભાસ્કરન્યૂઝ. ભુજ
સામાન્યરીતે એવું માનવામાં આવે છે કે, સમાજમાં મહિલાઓની હાલત દયાજનક હોવાને કારણે આપઘાતના બનાવોમાં તેમની સંખ્યા વધુ હોય, પરંતુ કચ્છની આંકડાકીય વિગતો એવું કહે છે કે, આત્મહત્યા કરવામાં પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળે છે. વળી, જિલ્લામાં રોજ એક માણસ મૃત્યુનો માર્ગ અપનાવી લે છે, એવી હકીકત પણ આપણા સમાજ સામે લાલબત્તી સમાન છે. 10 સપ્ટેમ્બરને વિશ્વ આપઘાત અટકાવો દિવસ તરીકે મનાવવામાં આવે છે, પ્રસંગે કચ્છમાં પણ સમસ્યા સામે જાગવાનો સમય પાકી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ કચ્છમાં વર્ષ 2013 દરમિયાન 86 પુરુષ અને 68 સ્ત્રીએ આપઘાત કર્યો હતો, તો 2014ના પ્રથમ માસમાં જુમલો 63 અને 47નો નોંધાયો હતો. પૂર્વ કચ્છમાં પણ એવું ચિત્ર હોવાનું જાણકારોનું માનવું છે. સરેરાશ આપઘાતનો રોજ એક બનાવ સામે આવે છે. આધુનિક જીવનશૈલી, વધતી મોંઘવારી, માનસિક તણાવ વગેરેને કારણે જીવન ટૂંકાવી દેવાના બનાવો વધી રહ્યા છે.
વર્ષ 2010થી ભુજમાં સક્રિય ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. દેવજ્યોતિ શર્માના જણાવ્યા પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ 2012માં આત્મહત્યાના બનાવો વિશ્વમાં સૌથી વધુ ભારતમાં બન્યા છે. અાપણા દેશમાં દર બે મિનિટે એક નાગરિક મૃત્યુનો માર્ગ અપનાવે છે. કમનસીબે એમાં 15થી 29 વર્ષના યુવા લોકોનું પ્રમાણ વધુ રહે છે. હતાશાને કારણે થતાં આપઘાતના બનાવો અટકાવી શકાય છે. આપઘાતના બનાવો અટકાવવા માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે, આપણા દેશમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે એને રોકવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા નિર્દેશિત રાષ્ટ્ર વ્યાપી એક યોજના બનાવવી જોઇએ.
હેલ્પલાઇનથી 400 લોકોએ આત્મહત્યાનો િવચાર છોડ્યો
ડો.શર્માએકહ્યું કે, તેમની સંસ્થા છેલ્લા 4 વર્ષથી 99252 67044 નંબરથી ડિપ્રેશન દૂર કરો, આપઘાત અટકાવોની હેલ્પલાઇન ચલાવે છે. અત્યાર સુધીમાં 400 લોકોએ નિરાશા દૂર જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો.
જાગૃતિ | આજે વિશ્વ આપઘાત નિવારણ દિવસ
કચ્છમાં રોજ એક વ્યક્તિનો આપઘાત
સ્ત્રી કરતાં પુરુષનું પ્રમાણ વધુ