• Gujarati News
  • ભુજ : રેલવેસ્ટેશને સયાજીનગરી એક્સપ્રેસમાં મળી આવેલો ડાયમંડનો બે લાખનો

ભુજ : રેલવેસ્ટેશને સયાજીનગરી એક્સપ્રેસમાં મળી આવેલો ડાયમંડનો બે લાખનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : રેલવેસ્ટેશને સયાજીનગરી એક્સપ્રેસમાં મળી આવેલો ડાયમંડનો બે લાખનો કિંમતી હાર તેના મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પડાયું છે. અંગે મળતી વિગતો મુજબ, સોમવારે સવારે ટ્રેનની સફાઇ દરમિયાન બે લાખની મોંઘેરી કિંમતનો ડાયમંડનો હાર મળી આવ્યો હતો, જે કોચમાં હતો તેના આધારે શોખધોળ કરીને આરપીએફની મદદથી દંપતી કે જે ગોધરા રહેતા હતા, તેને પહોંચાડવામાં આવ્યો હતો. બનાવને ભુજના સ્ટેશન મેનેજર કે.કે. શર્માએ સમર્થન આપ્યું હતું.
ભુજ રેલવે સ્ટેશને મળી આવેલો બે લાખનો હાર પરત કરાયો