• Gujarati News
  • ભુજ ગાંધીધામમાં એઇડ્સ દિને યોજાશે મેરેથોન દોડ

ભુજ-ગાંધીધામમાં એઇડ્સ દિને યોજાશે મેરેથોન દોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યભાસ્કર દ્વારા 1લી ડિસેમ્બરે, વર્લ્ડ એઇડ્સ દિને વધુ એક વખત કચ્છના બે મુખ્ય શહેરો ભુજ અને ગાંધીધામમાં વિશાળપાયે \\\"મેરેથોન વોક\\\' યોજાશે, જેમાં શહેરીજનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, વરિષ્ઠ નાગરિકો વગેરે મોટી સંખ્યામાં જોડાશે.

વૈધિક મહામારી બની ચૂકેલી તેમજ કચ્છ સહિત ગુજરાતમાં પંજો ફેલાવનારી એઇડ્સની મહામારી સામે લોક જાગૃતિ આણવાના હેતુથી દિવ્યભાસ્કરે કાર્યક્રમ યોજ્યો છે. સાથે "સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત\\\' અભિયાન તળે લોકોને સ્વચ્છતા માટે જાગૃત પણ કરાશેે. ભુજમાં સોમવારે(1લી ડિસેમ્બરે) સવારે 7:30 વાગ્યે વિવિધ મહાનુભાવો હમીરસર તળાવ પાસે, ગાંધીજીના બાવલા પાસે સ્ટાર્ટ આપશે.એ સાથે શરૂ થનારી મેરેથોન વોક, સ્વામીનારાયણ મંદિર રોડ , જ્યુબિલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, વાણિયાવાડ, બસ સ્ટેન્ડ રોડ થઇને હમીરસર કિનારે પહોંચશે, જ્યાં સ્વચ્છતા ઝુંબેશલક્ષી કાર્યક્રમ પણ યોજાશે.

{ દિવ્ય ભાસ્કરનું આયોજન : નાગરિકો, જવાનો, છાત્રો, તબીબો મોટી સંખ્યામાં જોડાશે

છે સહભાગીઓ

દિવ્યભાસ્કરનાલોકલક્ષી કાર્યક્રમમાં અદાણી ગ્રૂપ મુખ્ય સ્પોન્સર છે જ્યારે એસોસિયેટ સ્પોન્સરમાં એમ. કે. ઓટો, ગઢવી હોસ્પિટલ, કો-સ્પોન્સરમાં ઇલેક્ટોથર્મ, અમરચંદ સીંઘવી, ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરાંત આધુનિક, અશોક લેલેન્ડ, સ્પાયકર, ફ્રેન્ડસ અેન્ડ ફ્રેન્ડસ, ખાવડા ફાઇનાન્સ એન્ડ માઇન્ડ વર્કસ પબ્લિસિટીનો સમાવેશ થાય છે.