• Gujarati News
  • બે દિવસમાં RTOએ પકડી 19 ઓવરલોડ ગાડી

બે દિવસમાં RTOએ પકડી 19 ઓવરલોડ ગાડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનુંઆરટીઓ તંત્ર છેલ્લા 4 દિવસથી દોડતું થયું છે, ત્યારે ફરી ઓવરલોડ પકડવાની કામગીરી તેજીમાં છે, જેના પગલે વધુ 19 ગાડી પકડાઇ હતી. રવિવાર-સોમવારના બે દિવસની કામગીરીમાં 56 ગાડી ઓવરલોડમાં પકડાઇ હતી, જેમાં 24 હજારનો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો હતો. ઝુંબેશ કલેક્ટરના આદેશ બાદ શરૂ કરી હોવાથી તેનું સૂરસૂરિયું હજી સુધી થયું નથી, જેથી વધુ 19 ગાડી બે દિવસમાં પકડાઇ હતી. સૂરજબારી અને સામખિયાળી રસ્તા પરથી ચેકિંગ દરમિયાન ગાડીઓ પકડવામાં આવી હતી. આરટીઓની ચેકપોસ્ટ નજીક ખૂફિયા રસ્તો બનાવાયો છે, જ્યાંથી રોજની 300થી વધુ ગાડી પસાર થાય છે, ત્યારે અધિકારીઓ દ્વારા શા માટે તરાપ નથી મરાતી, તે ચર્ચાનો વિષય બન્યો છે.