• Gujarati News
  • માધાપરમાં યોજાશે હાફ મેરેથોન દોડ

માધાપરમાં યોજાશે હાફ મેરેથોન દોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરનીએમએસવી હાઇસ્કૂલને 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવ તેમજ પ્રધાનમંત્રી પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આગામી માસે કચ્છ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 21/12 રવિવારના સવારે માધાપરના યક્ષ પાસે ગાંધીજી સર્કલ પાસેથી હાફ મેરેથોન દોડ (21.097 કિ.મી.) યોજવામાં આવશે, જેમાં પ્રથમ આવનારાને રૂા. 10,000, દ્વિતીયને રૂા. 7000, તૃતીયને રૂા. 5000, જ્યારે ચોથા ક્રમને રૂા. 2000, પાંચમા ક્રમને રૂા. 1000, જ્યારે 6થી 10 નંબરે આવનારાને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. મેરેથોન દોડ માટે યુનિટી સ્પોર્ટસ, રિવર ફન્ટ અને અમૃતજલ, બસ સ્ટેશન પાસે, નવાવાસ, માધાપર ખાતે ફોર્મ ભરી શકાશે.