• Gujarati News
  • રેઢારવાંઢમાં શંકાસ્પદ ખટિયાના પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું

રેઢારવાંઢમાં શંકાસ્પદ ખટિયાના પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિગુણીરસી લીધા બાદ થતી મોટી ઉધરસ જો સારવાર મેળવ્યા છતાં નિયંત્રણમાં આવે, તો ગ્રામ્ય વિસ્તારોમાં ખટિયા કે ઉંટાટિયા નામનો રોગ હોવાનું કહેવાય છે, જેને પગલે ભીરંડિયારાની રેઢારવાંઢમાં ત્રણ માસના બાળકનું મોત થયું હોવાની આશંકાએ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે ગામમાં ગુરુવારે મેડિકલ કેમ્પ યોજી 0થી 14 વર્ષના 45 બાળકના બ્લડ સેમ્પલ ચકાસણી માટે લેવાયા હતા.

ભીરંડિયારાના એક આગેવાને આસપાસના વાંઢ વિસ્તારોમાં રોગચાળો ફેલાયો હોવાથી બાળકનું મોત થયું હોવા અંગે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ કરેલી રજૂઆતનો અહેવાલ ગુરુવારે \\\"દિવ્ય ભાસ્કર\\\'માં પ્રકાશિત થતાં હરકતમાં આવેલાં આરોગ્ય તંત્રે સાવચેતીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજીને યોગ્ય નિદાન સાથે સારવાર કરી હતી.

હેલ્થ ઓફિસર ડો. ડી.કે. ગાલાના જણાવ્યા મુજબ કુલ 57 દર્દીને ચકાસાયા હતા, જે પૈકી 45 બાળકમાંથી 3ને સામાન્ય શરદી-ઉધરસ સાથે તાવના લક્ષણો જણાયા હતા. અગાઉ વાંઢના ત્રણ માસના બાળકનું મોત ભુજની ખાનગી હોસ્પિટલમાં ન્યૂમોનિયાના કારણે થયું હતું, તેમ છતાં તંત્ર કોઇ બાબતે ગાફેલ રહેવા માગતું હોવાથી કેમ્પનું આયોજન કરાયું હતું.