• Gujarati News
  • ચોરી થતાં ગાર્ડનો પગાર અટકાવી દેવાયાનો આક્ષેપ

ચોરી થતાં ગાર્ડનો પગાર અટકાવી દેવાયાનો આક્ષેપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીભાગોળે ચોરીનો બનાવ બનતાં ચોકીદારનો પગાર અટકાવી દીધો હોવાના આક્ષેપ સાથે પોલીસ વડાને રાવ કરવામાં આવી છે. રમેશ કરસનભાઈ ગોહિલે કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, જીઆઇડીસી બે એકરના વંડામાં તા.3ના વહેલી સવારે તસ્કરી થઈ હતી. પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી, તો સિક્યુરિટી એજન્સીના ઉમેદસિંહ જાડેજાએ ઇનકાર કરી કંપનીને વળતર આપી દેવાની વાત કરી હતી. રમેશભાઈને માધાપર પાસે હોટલમાં ડ્યૂટી અપાઈ. તા.15ના પગાર લેવા માટે ગયા, તો ઉમેદસિંહે કંપનીનું પેમેન્ટ તારા પગારમાંથી થશે એમ કહીને આપવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.