• Gujarati News
  • અંજારની બજારોમાં નીકળી ઘરાકી

અંજારની બજારોમાં નીકળી ઘરાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રકાશનાપર્વ દીપોત્સવીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગઇકાલે સાંજથી અંજારની તમામ બજારોમાં પગ મૂકવાની પણ જગ્યા જોવા મળતી નથી. બજારોમાં દિવાળીની રોનક જામી છે. આજે કેટલા દિવસોથી વેપારી માથે હાથ દઇને રોઇ રહ્યા હતા કે, મંદીનો માહોલ સર્જાઇ ગયો છે, પણ શનિ-રવિના લોકોએ આંખ બંધ કરી તેમજ આવા મંદીના માહોલને પણ અવગણીને ધૂમ ખરીદી શરૂ કરતાં વેપારીઓમાં આનંદનો માહોલ સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના મહાપર્વમાં વસ્તુઓમાં ભાવ વધારો હોવા છતાં બજારોમાં સારા એવા પ્રમાણમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

અંજાર સાડીઓની બજાર માટે પ્રખ્યાત છે. ભુજ અને ગાંધીધામ સહિત જિલ્લાના લોકો અંજારમાં સાડીઓની ખરીદી કરવા આવતા હોય છે, દીપોત્સવ પૂર્વે સાડી બજારમાં ઘરાકી નીકળી પડતાં વેપારીઓ ખુશ થઇ ગયા છે. વિવિધ પ્રકારની સાડીની વેરાયટી ગ્રાહકોને દર્શાવતા દુકાનદારો નજરે પડે છે. / ભાવેશગોર

જેન્ટ્સવેરમાં મંદીનો માહોલ

લેડીઝવેરનીખરીદીમાંસારો માહોલ છે, પણ રેડિમેડ જેન્ટ્સવેરનો ધંધો માઠી અસરમાં ચાલી રહ્યું હતું. અંગે દીપક આહિરે જણાવ્યું હતું કે, સાડીઓની બજાર તેમજ ખત્રી બજારમાં સારી એવી ખરીદી નીકળી છે, પણ રેડિમેડ જેન્ટ્સવેરમાં હજી પણ ધંધામાં પણ ખૂબ મંદીનો માહોલ છે.

અંજારની ઓળખ ખત્રી બજાર

\\\"માલાશેરી\\\' બની સાડી સરોવર

ઐતિહાસિકશહેરનીઅોળખ બની ગયેલી અંજારની માલાશેરી અવનવી વિવિધ સાડીઓની વેરાયટીએ સમગ્ર કચ્છમાં ભારે પ્રસિદ્ધી મેળવી છે. માલાશેરી સાડીઓની જાણે સરોવર હોય તેવો માહોલ જોવા મળે છે. માલાશેરીના વેપારી હેમાંગ શાહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, દિવાળીની સીઝનમાં સારી એવી ગ્રાહકોની રાહ જોયા બાદ હાલમાં છેલ્લા ત્રણ દિવસથી ગ્રાહકોની ભીડ જોવા મળી રહે છે. હવે ધંધો શરૂ થયો છે તેમજ તહેવાર બાદ લગ્નની સીઝનથી સારી ઘરાકી નીકળશે.

ખત્રી બજારમાંવર્ષોના વેપારી એવા ખત્રી ઇસ્માઇલ હાજી અબ્દુલ લતીફ જે હોલસેલ તથા છૂટકના વેપારી છે, તેનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, નવરાત્રિની સીઝન ખૂબ સારી ગઇ છે. અંજારની ચણિયાચોળી ખૂબ પ્રખ્યાત છે. દીપાવલિ આવતી હોવાથી મુંબઇ, ગોવા, આંધપ્રદેશ, કેરલ તથા અન્ય રાજ્યોમાં પહેલાંથી મટિરીયલ પહોંચતું કરી દીધું છે. આજથી 40 વર્ષ પહેલાં જે ડિઝાઇન અને પ્રિન્ટ ચાલતી હતી તે ફરી અત્યારના જમાનામાં લોકપ્રિય બની ગઇ છે. બાંધણી ગુર્જરી પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ, જયપુરી પ્રિન્ટ, ચાદરમાં નવર