• Gujarati News
  • ખારીનદીમાં રોટરી ફલેમિંગો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બની રહેલાં સ્મશાનનું કામ પૂર્ણતા ભણી : અંતિમવ

ખારીનદીમાં રોટરી ફલેમિંગો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બની રહેલાં સ્મશાનનું કામ પૂર્ણતા ભણી : અંતિમવિધિનું લાઇવ પ્રસારણ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ગેસ આધારિત સ્મશાનગૃહ તૈયાર

ભુજમાંઅત્યાર સુધી ખારીનદી ખાતેના લાકડાં આધારિત સ્મશાનગૃહના કારણે અનેક વખત અણધારી તકલીફોનો સામનો મૃતદેહની અંતિમક્રિયા સમયે થતો હતો તેમજ પર્યાવરણની દૃષ્ટિએ પણ લાકડાંનો બહોળા વપરાશ સાથે માનવ શરીરના દહનમાં 5થી 6 કલાક જેટલો સમય લાગતો હતો, ત્યારેે સમસ્યા નિવારવા હવે ભુજમાં ગેસ આધારિત સ્મશાનગૃહનું નિર્માણ કરાઇ રહ્યું છે, જેનું કામ પૂર્ણતાના આરે છે અને નવેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લોકાર્પણ કરાશે.

રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ સોસાયટી સંચાલિત સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારિત સ્મશાનગૃહનું ભૂમિપૂજન 2013ના થયું હતું. અંગે સ્વર્ગ પ્રાણાયામ સમિતિના પ્રોજેક્ટ ચેરમેન મિલિન્દ વૈદ્યૈ જણાવ્યું હતું કે, હવે ટૂંક સમયમાં ધામ તૈયાર થઇ જશે. સંકુલમાં ડાઘુઓ માટે બેસવાની વ્યવસ્થા, બગીચો, પીવાના પાણીની વ્યવસ્થા, સ્નાન માટેની વ્યવસ્થા, અસ્થિ સાચવણી માટેની વ્યવસ્થા અને ઇન્ટરનેટ દ્વારા અંતિમવિધિના લાઇવ તેમજ ભજનોના રેકોર્ડિંગ પ્રસારણની વ્યવસ્થા સાથે આગામી નવેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં સંકુલ લોકાર્પણ કરાશે. તો સભ્ય અરૂણભાઇ વચ્છરાજાનીએ કહ્યું કે, સંકુલમાં પંચમહાભૂતના પ્રતીક, અલગ-અલગ સંપ્રદાયના મંદિરો તથા બાગ-બગીચા સાથે પ્રાર્થના હોલની સુવિધાઓનું આયોજન કરેલું છે.

સ્વર્ગ પ્રયાણધામમાં કાયમી ચોકીદાર તેમજ વ્યવસ્થાપકો 24 કલાક સ્થળ પર હાજર રહેશે અને એલપીજી આધારિત સ્મશાનની સુવિધા ઓછી કિંમતના ઉપયોગ કરવા માટે પણ સંસ્થા દ્વારા દાતાઓ પાસેથી અનુદાન મેળવી કાયમી ફંડ ઊભું કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. પદાધિકારીઓના સહકાર અને મુખ્ય દાતા લીલમબેન ગાંધીના સહયોગ તેમજ લોકભાગીદારીથી પ્રકલ્પ પૂર્ણ થવા જઇ રહ્યો છે.

સમિતિના પ્રમુખ ડો. જ્ઞાનેશ્વર રાવ, સભ્યો વિમલ મહેતા, વિજય ભંડારકર વગેરે સેવામાં જોડાયા છે.