• Gujarati News
  • દીપોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભુજના શહેરીજનો તેમજ જુદા

દીપોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભુજના શહેરીજનો તેમજ જુદા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભુજના શહેરીજનો તેમજ જુદા જુદા મંદિર પરિસરો પર્વની ઉજવણી કરવા સજ્જ બન્યા છે. રવિવારે અગિયારસના દિવસે દીપોત્સવના તહેવારોની શરૂઆત થઇ ગઇ હોય એમ ઝકઝમાળ જોવા મળી હતી. ભુજનું નૂતન સ્વામિનારાયણ મંદિર વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટો અને રોશનીઓથી ઝગમગી ઉઠયું હતું, તો દરબાર ગઢના મણિનગર સંપ્રદાયના મંદિરે પણ રોશની છવાઇ હતી. શહેરની વચ્ચોવચ આવેલા રામ દરબારમાં પણ ઝગમગાટ શરૂ થઇ જતાં દિવાળી આવી ગઇ હોય તેવો લોકોએ અહેસાસ કર્યો હતો. /મયૂર ચૌહાણ

દીપોત્સવ પૂર્વે ભુજના મંદિર પરિસરો રોશનીથી ઝગમગ્યા