• Gujarati News
  • બાર એસો.ના સભ્યો ચાલ્યા ઊંટ, ઘોડાની ચેસરૂપી ચાલ

બાર એસો.ના સભ્યો ચાલ્યા ઊંટ, ઘોડાની ચેસરૂપી ચાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામબાર એસોસિયેશન દ્વારા ઓપન કચ્છ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓએ ભાગ લઇને પોતાનું કૌવત બતાવ્યું હતું.ખેલાડીઓને પણ વકીલોએ હાજર રહી પ્રોત્સાહીત કર્યા હતા. ગાંધીધામ બાર એસોસિયેશન દ્વારા અત્રેની અદાલતના બાર રૂમમાં રવિવારે ઓપન કચ્છ ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. 20 જેટલા ગાંધીધામ- અંજાર સહિતના ધારાશાસ્ત્રી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ચેસની રમતમાં તલ્લીન બનેલા સ્પર્ધકો દૃશ્યમાન થાય છે.