• Gujarati News
  • માંડવીમાં કોલકાતાનો કારીગર 4.76 લાખનું સોનું લઇને ફરાર

માંડવીમાં કોલકાતાનો કારીગર 4.76 લાખનું સોનું લઇને ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંએક સોની વેપારી પાસે કામ કરતો બંગાળી કારીગર પોણા પાંચ લાખનું સોનું લઈને રફુચક્કર થઈ જતાં વેપારી આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે. અગાઉ ભુજમાં પણ પ્રકારના બનાવો બની ગયા છે, એમાં પણ બંગાળી કારીગરો સામેલ હતા.

સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે માંડવીની સોની બજારમાં સોનાના દાગીના બનાવનારા રિદ્ધિ-સિદ્ધિ જ્વેલર્સના સમીર મનહરલાલ સોનીને ત્યાં કોલકાતાના મોહિપાલપુર ગામનો શેખ શબ્બીર હારૂ(28) કારીગર તરીકે કામ કરતો હતો. સાતેક વર્ષથી કામ કરતો હોવાથી વેપારીને તેના પર પૂરો ભરોસો હતો. સોનાના કામકાજ માટે તેને માતબર કિંમતનું સોનું આપતા હતા. વેપારીએ મૂકેલા ભરોસાને જોકે, શનિવારે કારીગરે તોડી નાખ્યો હતો. દિવસે તે રૂા. 4,76,000ની કિંમતનું 170 ગ્રામ સોનું લઈને નાસી છૂટ્યો હતો.

ઘટનાને સમર્થન આપતાં સમીરભાઈએ જણાવ્યું કે, બનાવ સામે આવ્યા બાદ તાત્કાલિક પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. નજીકના સમયમાં પોલીસમાં કાયદેસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.

સ્થાનિક વેપારીઓએ મૂકેલા વિશ્વાસનો ગેરલાભ લઈને સોનું લઈને બંગાળી કારીગરો ફરાર થયા હોય એવા ભુજમાં પણ બનાવ બની ચૂક્યા છે. હવે માંડવીમાં પણ પ્રકારની ઘટના સામે આવતાં સોની વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. બનાવ વિશે જોકે, માંડવી પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઈ નહોતી.