• Gujarati News
  • કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ વધારો

કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય કિસાન સંઘે રાજ્યના કૃષિમંત્રી સમક્ષ કરી માંગ

ભાસ્કરન્યૂઝ.ભુજ

કેન્દ્રસરકાર દ્વારા ખેતપેદાશો માટે જાહેર કરાતા ટેકાના ભાવ કિસાનોને પરવડતા હોવાથી પોષણક્ષમ ભાવોમાં વધારો કરવા રાજ્યના કૃષિમંત્રી સમક્ષ ધા નખાઇ છે.

કચ્છ ખરીફ પાક તરીકે ખેડૂતો દ્વારા મુખ્યત્વે મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. ચાલુ વર્ષે કચ્છમાં નહીંવત વરસાદ થવા છતાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર સાથે મહામહેનતે પાક ઊભો કર્યો છે. હાલ કપાસ અને મગફળીના જે ભાવ મળી રહ્યા છે, તે કોઇ સંજોગોમાં પોષાય તેમ નથી. પરિણામે, ખેડૂત કરજ ચૂકવી શક્તાં દેવાદાર બનતો જાય છે.

છેલ્લાં ચાર વર્ષમાં ડીઝલ, પેટ્રોલ, ખાતર, દવાઓ, બિયારણ અને વીજળીના દરોમાં અસહ્ય વધારો થયો છે, તેની સામે ખેતપેદાશના ભાવ એના રહેતાં કિસાનો દેવાદાર બનતા જાય છે.

કેન્દ્રમાં ગત યુપીએ સરકારે મગફળીની નિકાસ તેમજ કપાસના વેચાણ માટે જે નીતિ-નિયમો બનાવ્યા હતા, તે સ્પષ્ટ રીતે ખેડૂત વિરોધી હોવાથી ધરતીપુત્રો પાયમાલ થઇ ગયા છે. હવે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સ્પષ્ટ બહુમતિ સાથેની સરકાર છે, ત્યારે બન્ને સરકાર ખેડૂતોની વેદના સમજીને કપાસ તથા મગફળી સહિતની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો વધારે તેવી માંગ કરતાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના મંત્રી હંસરાજ કેસરાણીએ કચ્છમાં હાલે ખેડૂતો પાસે કપાસ અને મગફળીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, ત્યારે તેના ખરીદ કેન્દ્રો વેળાસર ચાલુ કરવા રજૂઆત કરી હતી.